આમળા એક પ્રકારનું ફળ છે, જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ માટે આયુર્વેદમાં આમળાનો ઉપયોગ ઔષધીય રૂપે કરવામાં આવે છે. આમળા સ્વાદમાં ખૂબ જ ખાટું હોય છે અને તેની તાસિર ઠંડી હોય છે.
આમળાનો ઉપયોગ ફળની સાથે સાથે અથાણું, આમળાનું ચૂર્ણ, આમળાનો મુરબ્બો, આમળાની કેન્ડી વગેરે સ્વરૂપે કરવામાં આવે છે.
આ બધા ખાદ્ય પદાર્થ નું સેવન કરવાથી આપણને આમળામાં રહેલા પોષક તત્વો પ્રાપ્ત થાય શકે છે. હકીકતમાં આમળામાં મળી આવતા પોષક તત્વો સ્વાસ્થ્યની સાથે સાથે શરીરને સ્વસ્થ રહેવામાં સહાયક બને છે.
જો આપણે આમળાના ચૂર્ણની વાત કરીએ તો જે ઘણા પ્રકારની બિમારીઓ દૂર કરીને આપણને શારીરિક રીતે મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે સહાયક બનાવે છે. આમળના ચૂર્ણનું સેવન સારા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ અને ત્વચા માટે લાભકારી સાબિત થાય છે.
તો ચાલો આપણે આમળાના ચૂર્ણના ફાયદાઓ વિશે જાણીએ. આમળાના ચુર્ણ માં ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયરન અને ફોસ્ફરસ ની સાથે સાથે વિટામિન એ, વિટામિન બી 1, વિટામિન બી 3 અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે.
આમળાના ચૂર્ણનો ઉપયોગ તમે કોઈપણ સ્વરૂપે કરી શકો છો. આ સિવાય નકારાત્મક પરિણામોથી બચવા માટે આમળાના ચૂર્ણનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ.
આમળાના ચુર્ણ માં એવા ગુણો મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કામ કરે છે. જેનાથી તમને શરદી, તાવ, ખાંસી જેવી સમસ્યાઓ થતી નથી. આ સિવાય આમળા વિટામિન સી થી ભરપુર હોવાને લીધે તેનું સેવન કરવાથી તમને વાયરલ અને સંક્રમિત રોગો થઈ શકતા નથી.
લિવરને સ્વસ્થ રાખવા માટે પણ આમળાના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જાણતા હશો કે દર્દ નિવારક દવાઓ, એન્ટી ડાયાબીટીક અને દારૂનું સેવન કરવાથી લિવરમાં ટોક્સિક પદાર્થ નું નિર્માણ થવા લાગે છે.
જે ખૂબ જ હાનિકારક હોય છે પંરતુ જો તમે ભોજનમાં આમળાનું સેવન કરશો તો તમે લિવર ને લીધે થતા નુકસાનથી બચી શકશો. પેટના સ્વાસ્થ્ય માટે પણ આમળાનું ચૂર્ણ ખાવું લાભકારી હોય છે.
હકીકતમાં આમળામાં ફાઈબરની ઉચ્ચ માત્રામાં મળી આવે છે, જે પાચનમાં સુધારો કરી ભોજનને પચાવવા માટે કાર્ય કરે છે અને પાચન તંત્રને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આ સિવાય ફાઈબર કબજિયાત, અપચો વગેરે સમસ્યાઓને પણ દૂર કરે છે.
ડાયાબિટીસના રોગીઓ માટે પણ આમળાનું ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક હોય છે. હકીકતમાં એન્ટી હાઇપોગલાઇસેમસિક અને લિપિડ ગુણો ડાયાબિટીસના રોગથી બચાવે છે.
આમળામાં કેલ્શિયમ નો પણ પ્રાકૃતિક સ્રોત હોય છે. જે હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે હાડકા ફેક્ચર ના જોખમથી પણ છુટકારો અપાવે છે.
ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ આમળાનું ચૂર્ણ ફાયદાકારક હોય છે. હકીકતમાં આમળામાં એન્ટિ એજિંગ ગુણ હોય છે, જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે અને સાથે સાથે તેમાં મળી આવતું વિટામિન સી ત્વચાને પ્રકૃતિ ચમક આપે છે.