ગઠિયાના રોગથી થઈ ગયા છો પરેશાન? તો દવાઓ ખાધા વિના કરો આ ઘરેલુ ઉપાય, મળશે 100% રાહત

દોસ્તો ગઠીયા નો આયુર્વેદિક ઉપચાર ઘરેલું ઔષધીઓના સ્વરૂપમાં કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે ગઠીયા નો રોગ વાતદોષના કારણે ઉત્પન્ન થાય છે. તેના લક્ષણોમાં સાંધાનો દુખાવો અને સોજાની સમસ્યા શામેલ છે. 

આ રોગને આર્થરાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મોટે ભાગે 30 થી 50 વર્ષના ઉંમરના સ્ત્રી અને પુરુષમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગઠીયા ની શરૂઆત પગના અંગુઠા માં સોજો અને દુખાવા થી શરૂ થાય છે અને તે ત્યારબાદ ધીમે ધીમે બંને પગ ને પોતાનો શિકાર બનાવી લે છે. 

આયુર્વેદમાં ગઠિયાના રોગીઓ માટે ઘણા ઉપચારો નું વર્ણન કરવામાં આવ્યું છે જેનો અમલ કરવાથી પીડિત લોકોને રાહત મળી શકે છે. તો ચાલો આપણે આ ઘરેલૂ ઉપાય વિશે જાણીએ.

ગઠીયા માં લસણ ખાવું ખૂબ જ લાભકારી હોય છે. ગઠીયા દરમિયાન થતો દુખાવો દૂર કરવા માટે પ્રતિદિન લસણની બે થી ત્રણ કળીઓ ને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે દરરોજ લસણનું સેવન ગરમ પાણી સાથે કરશો તો ગઠિયા રોગ જડમૂળમાંથી ખતમ થઇ જશે. ગુગળ પણ ગઠિયાના ઉપચાર માટે આયુર્વેદિક ઔષધી સ્વરૂપે કાર્ય કરે છે. 

ગુગળ એક પ્રકારની આયુર્વેદિક ઔષધી છે, જેનું સેવન કરવાથી ગઠિયાના રોગીઓ ને ઘણો ફાયદો થાય છે. ધાણા ગઠિયાના રોગીઓ માટે ખૂબ જ હિતકારી સાબિત થાય છે. આયુર્વેદમાં ધાણાને ઘણા રોગોનો ઉપચાર બતાવવામાં આવ્યો છે. જે પૈકી એક ગઠીયા છે. 

ગઠીયા દરમિયાન થતો સોજો અને દુખાવો દૂર કરવા માટે અડધી ચમચી ધાણા ના બીજને પીસીને એક ગ્લાસ ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરીને પી લેવા જોઇએ, જેનાથી તમને લાભ થાય છે.

ગઢિયા થી સુરક્ષિત રહેવા માટે હળદરનું દૂધ પીવું પણ ખૂબ જ હિતકારી હોય છે. આ માટે ગરમ દૂધમાં એકથી બે ચમચી હળદર મિક્સ કરીને પીવું જોઈએ. 

જેનાથી સોજો અને દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. હકીકતમાં હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને દર્દ નિવારક ગુણધર્મ હોય છે, જે ગઢિયા થી તરત જ રાહત આપવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગઢિયા થી પિડીત રોગીઓ માટે અજમો પણ લાભકારી હોય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી અજમો અને 1 નાનો ટુકડો આદુ નો મિક્સ કરીને ઉકાળી લો. હવે આ ડ્રીંકને પ્રતિ સવારે અને સાંજે પીવાથી ગઢિયા થી રાહત મળી શકે છે.

કેસ્ટર ઓઇલ નો ઉપયોગ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. આ માટે એરંડિયું તેલને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગઠિયાના રોગથી છુટકારો મળી શકે છે અને દુખાવાની સમસ્યાથી પણ રાહત મળે છે. તમે એરંડીયા તેલ થી માલીશ પણ કરી શકો છો. 

ગઢિયા ના આયુર્વેદિક ઉપચાર માં મેથીનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. એક ચમચી મેથીના દાણા લઈને તેને એક ગ્લાસ પાણીમાં દરમિયાન પલાળી દેવા જોઈએ. હવે સવારે ઊઠીને આ પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી ગઠિયાના રોગથી છુટકારો મળી શકે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!