દોસ્તો શરદી, તાવ અને ખાંસી નો ઘરેલુ ઉપચાર ખૂબ જ આસાન છે. શરદી, તાવ અને ઉધરસ સામાન્ય રોગો પૈકી એક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમસ્યા થવા પર ડોક્ટરી ઇલાજ ની જેમ જ ઘર બેઠા રાહત મેળવી શકાય છે.
તો ચાલો આપણે આ બીમારીઓ થવા પર ગઈ કયા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ તેના વિશે વાત કરીએ. આ વાયરલ સમસ્યાઓ દૂર કરવા માટે તુલસી ખૂબ જ કારગર હોય છે.
તુલસીમાં એવા ગુણ મળી આવે છે જેના કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને તમે તુલસી નો ઉપયોગ કરીને આ બીમારીથી છુટકારો મેળવી શકો છો.
ઇલાયચીનો ઉપયોગ કરીને પણ આ વાયરલ બીમારીઓ થી રાહત મેળવી શકાય છે. ઈલાયચી પ્રકારનું મસાલો છે જે શરદી-તાવ અને ઉધરસનો ઉપચાર માટે રામબાણ માનવામાં આવે છે. આ માટે તમારે ઈલાયચીને ચામાં મિક્ષ કરીને પીવું જોઈએ અથવા તેની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.
શરદી અને ઉધરસ માં લીંબુ ફાયદાકારક હોય છે. આ માટે ગરમ પાણીમાં લીંબુ પાણી બનાવીને પીવાથી આ સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.
આ સિવાય લીંબુના રસમાં ખાંડ અને ઇલાયચીનો પાવડર મિક્સ કરીને ઉકાળો બનાવી લઈ તેનું સમય-સમય પર સેવન કરવામાં આવે તો પણ રાહત મળી શકે છે.
હળદરનો ઉપયોગ પણ વાયરલ દૂર કરવા માટે કામ કરે છે. હળદર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે, જે વાયરલ રોગોથી રાહત આપે છે.
આ વાયરલ રોગો દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરવો પણ લાભદાયક હોય છે અને તાવથી કપૂર કાયમી ધોરણે રાહત આપી શકે છે. આ માટે તમારે કપૂરના એક ટુકડાને લઈને રૂમાલમાં બાંધી લેવો જોઈએ. ત્યારબાદ તેને ધીમે ધીમે સૂંઘવાથી નાક ખુલી જાય છે અને શરદી ઉધરસ થી રાહત મળે છે.