હવે ઓપરેશન વગર ચહેરા પરના મસા થઈ જશે ગાયબ, ખાલી કરવું પડશે આ નાનકડું કામ

દોસ્તો ચહેરા પરના વધારાના મસા દૂર કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપચાર બતાવવામાં આવ્યા છે. તમે જાણતા હશો કે ચહેરા અથવા શરીરના અન્ય ભાગો પર નાના દાણા સ્વરૂપે મસા ઉભરેલા હોય છે. 

મસા ઘણા પ્રકારના હોય છે જે દેખાવમાં અને રગમાં એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. ચહેરા પરના મસા ત્વચાને અસ્વસ્થ કરવાની સાથે-સાથે ચહેરાની પ્રાકૃતિક સુંદરતાને દૂર કરવાનું કામ કરે છે. જેના લીધે વ્યક્તિને ઘણી પરેશાનીઓ માંથી પસાર થવું પડી શકે છે.

જોકે આ પરેશાનીઓને દૂર કરવા માટે આયુર્વેદ દ્વારા ઘણા ઉપચારો બતાવવામાં આવ્યા છે. જે ચહેરા પરના મસા દૂર કરીને તમને સ્વાસ્થ્ય ત્વચા આપી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

ચહેરા પરના મસા દૂર કરવા માટે વડનું પાન ફાયદાકારક હોય છે. વડના પત્તાનો રસ મસા પર લગાવવાથી મસા મુલાયમ થઈ જાય છે અને થોડાક જ સમયમાં બહાર નીકળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અળસીનાં બીજનો ઉપયોગ પણ મસા બહાર કાઢવા માટે મદદગાર સાબિત થાય છે. આ માટે અળસીના બીજને પીસીને તેમાં અળસીનું તેલ અને મધ મિક્ષ કરીને મસા પણ થોડાક સમય સુધી લગાવી રાખવાથી મસાથી છુટકારો મળે છે. જોકે આ ઉપાય તમારે એક થી બે અઠવાડિયા સુધી સતત કરવો પડશે.

ચહેરા પરના મસા બહાર કાઢવા માટે કેળાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ માટે કેળાની છાલને મસા પર લગાડવાથી મસા દૂર કરી શકાય છે. સફરજનનો સરકો પણ ચહેરા પરના મસા બહાર કાઢવા માટે સહાયક હોય છે. 

આ માટે એક કોટનના કાપડ માં સફરજનનો સરકો લઈને તેને મસા પર લગાવવો જોઈએ. આ ઉપાય દિવસમાં બેથી ત્રણ વખત કરવાથી મસાથી છુટકારો મળી શકે છે. હકીકતમાં સરકોમાં એસિડ હોય છે જે મસા આગળ વધવાથી રોકે છે અને બહાર નીકળી શકે છે.

મોસંબીનો ઉપયોગ પણ ચહેરા પરના મસા ખતમ કરવામાં સહાયક હોય છે. આ માટે મોસંબીનો રસ અને અનાનસના ટુકડા કાપીને તેને મસા ઉપર રગડવાથી મસા બહાર કાઢી શકાય છે.

આ સિવાય મોસંબીના તાજા રસને મસા પર લગાવવાથી પણ ચહેરાનો મસા દૂર કરી શકાય છે. ચહેરાના મસા દૂર કરવાના આર્યુવેદિક ઉપચાર માં ડુંગળીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે મસા પર ડુંગળીનો રસ લગાવવાથી લાભ થાય છે. હા, મસા પર પ્રતિદિન ડુંગળીનો રસ લગાવવાથી મસા બહાર કાઢવામાં મદદ મળે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!