દોસ્તો છીંક આવી એક પ્રાકૃતિક ક્રિયા છે, જે નાકમાંથી બળતરા દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે કોઈ બહારી પદાર્થ જેમ કે ગંદકી, બારીક કણો અને ધુમાડો નાકમાં પ્રવેશ કરે છે ત્યારે આપણું નાક એકદમ સંવેદનશીલ બની જાય છે અને જે છીંક સ્વરૂપે આ ખરાબ પદાર્થોને બહાર કાઢે છે. જેના લીધે નાકનો માર્ગ એકદમ સાફ થઈ જાય છે.
જો કે કેટલીક વખત છીંક આવવાથી આપણે અસહજ બની જતા હોઈએ છીએ અને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. તેથી આજના આ લેખમાં અમે તમને છીંકની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેનાથી તમને એલર્જીની સમસ્યા થી પણ ઘણાં અંશ સુધી રાહત મળી જશે. મધનો ઉપયોગ શરદી અને ફલ્યૂનો સાથે જોડાયેલી સમસ્યા દૂર કરવાનું કામ કરે છે અને છીંકને રોકવા માટે કામ કરે છે.
મધ આપણા શરીરને પર્યાવરણમાં રહેલી એલર્જી ને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે. મધમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, એ, બી, સી, કેલ્શિયમ જેવા તત્વો હોય છે. જે આપણને બીમારીઓ સામે રક્ષણ આપે છે.
તમારે તેનો ઉપયોગ કરવા માટે મધ ની એક ચમચીનું સેવન કરવું જોઈએ. જેનાથી છીંક આવવાની સમસ્યા ઓછી થઈ જાય છે. તમે છીંક આવવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ગરમ પાણીની વરાળ પણ લઇ શકો છો.
આ માટે તમારે એક મોટા પાત્ર માં થોડું ગરમ પાણી લઈને તેમાંથી નીકળતી વરાળ સામે મોઢું રાખવું જોઇએ. જ્યારે તમારા નાકમાં આ વરાળ આવશે ત્યારે તમારા નાકની બધી જ ગંદકી બહાર આવે છે અને નાકનો માર્ગ પણ સાફ બને છે.
સંતરા અને લીંબૂ જેવા ખાટા પદાર્થો માં પણ ફ્લેવેનોઇડ્સ નામનું એક રસાયણ હોય છે. જે શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ સ્વરૂપે કામ કરે છે.
જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને એલર્જી સામે લડવાની શક્તિ મળે છે. જો તમે વિટામીન સી યુક્ત પદાર્થો ભોજનમાં સામેલ કરો છો તો તમને વારંવાર એલર્જીથી આવવાની સમસ્યા દૂર થાય છે.
તમે બધા આજ પહેલા દૂધનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે સાંભળ્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે તમે દૂધનો ઉપયોગ કરીને નાકની એલર્જી પણ દૂર કરી શકો છો. આ માટે તમારે દૂધમાં હળદર ઉમેરીને સેવન કરવું પડશે. જેનાથી એલર્જીની સમસ્યા દૂર થશે અને છીંક પણ આવશે નહીં.
કાળી ઈલાયચી પણ છીંક ની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમારે જ્યારે પણ છીંક આવવાની સમસ્યા થાય ત્યારે એક થી બે કળી ઈલાયચી ચાવી લેવી જોઈએ. જેનાથી વારંવાર નાકમાંથી પાણી પડવાની સમસ્યા અને છીંક આવવાની સમસ્યા દૂર થાય છે.
તમને આ સાંભળીને વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકો વધારે પ્રમાણમાં ભોજન ખાઈ લેતા હોય છે જેનાથી તેમને છીંક આવે છે. તેથી તમારે હંમેશા મર્યાદિત માત્રામાં ભોજન કરવું જોઈએ. જેનાથી છીંકની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.