આજની જીવનશૈલીના લીધે આપણે ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરરોજ એક જગ્યાએ બેસીને કમ્પ્યૂટરની સામે કામ કરવું, બહારના જંકફૂડનું સેવન કરવું, મોડી રાત સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું વગેરે જેવી આદતો આપણા સ્વાસ્થ્યને ખરાબ કરે છે.
આ બધી જ ખરાબ આદતો પાચનતંત્ર પર ખરાબ પ્રભાવ પાડે છે અને કબજિયાત સહિત ઘણી અન્ય સમસ્યાઓનું કારણ બને છે. જોકે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઇસબગુલ નો પાવડર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
હકીકતમાં ઇસબગુલ ના પાવડર માં એક પ્રકારનું ફાઈબર મળી આવે છે. જે પેટને સાફ રાખવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે ઈસબગુલનો છોડ એકદમ ઘઉંના છોડ જેવો હોય છે. તમે ઇસબગુલ નો પાવડર બનાવીને અથવા દવા સ્વરૂપે સેવન કરી શકો છો.
વર્તમાન જીવન શૈલીની ધ્યાનમાં રાખતા પેટના સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે ઇસબગૂલની સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વળી આપણા ભારત દેશમાં ઇસબગુલ નું સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે. તો ચાલો આપણે ઇસબગૂલનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
ઇસબગુલ માં મોટા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે આપણા શરીરના ઝેરી પદાર્થો અને કોલેસ્ટ્રોલ લેવલને એકદમ દૂર કરી દે છે. આ જ કારણ છે કે ડોક્ટરો પણ કબજિયાતની સમસ્યા થવા પર ઇસબગુલ ખાવાની સલાહ આપતા હોય છે.
આજકાલ મોટાભાગના લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા છે અને તેઓ વજન ઓછું કરવા માટે શક્ય પ્રયાસ પણ કરતા હોય છે પણ તેમને શક્ય સફળતા મળતી નથી. આવામાં જો તમે ઇસબગુલ નું સેવન કરશો તો તમારું પેટ એકદમ સાફ રહેશે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળશે.
ઇસબગુલ નો ઉપયોગ લીવરની સમસ્યા માટે પણ ગુણકારી છે. જો તમે ફેટી લીવર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા લીવર પર સોજો આવી ગયો છે તો તમારે ઇસબગુલ નો ઉપયોગ કરવો જોઈએ.
ઇસબગુલ ગ્લુકોઝના ઉત્સર્જન અને શોષણની પ્રક્રિયાને ધીમી કરી દે છે જેના લીધે ડાયાબિટીસની સમસ્યા ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. રિસર્ચ પરથી સાબિત થઇ ચૂક્યું છે કે ઇસબગુલમાં મળી આવતું ફાઇબર ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરે છે અને રક્ત શર્કરાના સ્તરને પણ કાબૂમાં લાવી દે છે.
જ્યારે આપણે કંઈક આડા અવળી વસ્તુઓ ખઈ લઈએ છીએ ત્યારે આપણા પેટમાં એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. જે બાદમાં એસીડીટી નું સ્વરૂપ ધારણ કરે છે.
આ સાથે જ્યારે કોઈ વ્યક્તિને એસીડીટી થાય છે ત્યારે તે વ્યક્તિ ને પેટમાં તો બળતરા થાય જ છે સાથે સાથે માથાનો દુખાવો પણ ઉપડે છે. જો તમે લાંબા સમયથી આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે ઇસબગુલ પાવડર ખાવો જોઈએ.
ઇસબગુલ ના પાવડર માં કોલેસ્ટ્રોલ નહિવત પ્રમાણમાં હોય છે અને ફાયબરની માત્રા વધારે હોય છે. જેના લીધે તમે હ્રદય રોગના ખતરાને ઓછો કરી શકો છો. ઇસબગૂલનું સેવન રક્તચાપ સમસ્યાને ઓછી કરીને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરવા માટે મદદ કરે છે. જેના લીધે તમને હાર્ટ એટેકનું સામનો કરવો પડતો નથી.
તમે જાણતા હશો કે ઘણી વખત કબજિયાતની સમસ્યા એટલી વધી જાય છે કે આપણે કોઈપણ કાર્ય કરી શકતા નથી અને તેનાથી રાહત મેળવવા માટે ઘણી દવાઓ સેવન કરતા હોઇએ છીએ.
જોકે આ દવાઓ પાછળ જતા નુકસાન પહોંચાડી શકે છે પરંતુ જો તમને કબજિયાતની સમસ્યામાં ઇસબગુલ નો દવા તરીકે ઉપયોગ કરો છો તો તેમાં મળી આવતું ફાઇબર માંસપેશીઓની ગતિશીલતા વધારે છે અને મળને મુલાયમ બનાવે છે. જેના લીધે મળ ત્યાગ કરવામાં ઘણી આસાની રહે છે.