લસણનું તેલ લસણની જેમ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લસણના તેલમાં વિભિન્ન પ્રકારની બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. ભારતમાં લસણની ખેતી મોટેભાગે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે.
લસણના તેલની તાસીર ગરમ હોય છે. જેના લીધે તેનો વધારે ઉપયોગ શિયાળાની ઋતુમાં કરવામાં આવતો હોય છે. લસણના તેલમાં વિવિધ પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે, જેનાથી શરીરને વિવિધ પ્રકારના લાભ મળી શકે છે. લસણના તેલના ઉપયોગથી ત્વચાની સાથે સાથે વાળને પણ સુંદર બનાવી શકે છે.
લસણના તેલમાં સલ્ફર, એન્ટી બેક્ટેરિયલ, આયરન, જિંક, સિલનિયમ, સલ્ફર, ફોલેટ જેવા પોષક તત્વો મળી આવે છે. જેના લીધે તેને ઔષધીય ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે.
હવે જો આપણે લસણના તેલનો ઉપયોગ કરવાની રીત વિશે વાત કરીએ તો સૌથી પેહલા વાળ પર અને ત્વચા પર માલિશ કરવી જોઈએ. જોકે યાદ રાખો કે તમારે તેનો ઉપયોગ સ્નાન કર્યાના અડધા અથવા એકાદ કલાક પહેલા કરવો જોઈએ.
લસણના તેલના ઉપયોગથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે, જેનાથી ઘણા પ્રકારની બિમારીઓ અને સંક્રમણ નો ભય રહેતો નથી. લસણના તેલમાં ઈમ્યૂન મોડ્યુલેશન પ્રભાવ મળી આવે છે.
જેનાથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારો કરી શકાય છે. આ સિવાય લસણમાં એન્ટી તત્વો પણ મળી આવે છે, જેનાથી શરીરમાં વિવિધ જગ્યાએ સોજા આવવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
લસણના તેલનો ઉપયોગ હૃદય સાથે જોડાયેલી બીમારીઓના ખતરાથી બચાવ કરવામાં મદદ કરી શકે છે. એક શોધ પ્રમાણે લસણના તેલમાં સલ્ફર જેવા તત્વો મળી આવે છે, જે શરીરના રક્તચાપ ના સ્તરને કાબૂમાં કરી શકે છે. જેનાથી હૃદય પર સકારાત્મક અસર પડે છે અને તમે હાર્ટ એટેકના ભયથી બચી શકો છો.
લસણના તેલમાં એન્ટી કેન્સર ના ગુણો પણ મળી આવે છે. જેનાથી કેન્સરની કોશિકાઓ વિકસિત થવામાં અવરોધ પેદા થાય છે. એક શોધ પ્રમાણે લસણના તેલના ઉપયોગથી સ્તન કેન્સર ના ભયને દૂર કરવામાં મદદ મળી શકે છે.
લસણના તેલના ઉપયોગથી તંત્રિકા તંત્ર ની કાર્યપ્રણાલી માં સુધારો કરી શકાય છે. હકીકતમાં લસણના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ મળી આવે છે.
જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ માટે છે. જે તમારી નર્વસ સિસ્ટમ ને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. લસણના તેલનો ઉપયોગ તંત્રિકા સાથે જોડાયેલી બીમારીઓથી છૂટકારો મેળવવા માટે કરવામાં આવે છે.
લસણના તેલનો ઉપયોગ ફંગલ સંક્રમણથી રાહત મેળવવા માટે કરી શકાય છે. એક શોધ પ્રમાણે લસણના તેલમાં એન્ટી ફંગલ ગુણો મળી આવે છે, જેનાથી હાનિકારક બેક્ટેરિયા નો વિકાસ થવાથી રોકી શકાય છે.
લસણના તેલના નિયમિત ઉપયોગથી સંક્રમણ ની સમસ્યા ઠીક કરવામાં મદદ મળી શકે છે. આ સિવાય લસણના તેલનો ઉપયોગ કરવાથી ત્વચા પરની ચમક પરત મેળવવા માટે પણ કરી શકાય છે.