પેટના દુખાવાથી મળી જશે કાયમી છુટકારો, ખાલી ભૂખ્યા પેટે કરવું પડશે આ વસ્તુનું સેવન… જાણો

દોસ્તો પેટમાં દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે. જે ઘણા કારણો ને લીધે થઈ શકે છે. પેટમાં જ્યારે દુખાવો ઊપડે છે ત્યારે આપણે કોઈપણ કાર્ય શાંતિથી કરી શકતા નથી. વળી પેટ માં દુખાવો થવા પર ગેસ, અપચો, ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. 

પેટમાં દુખાવો થવા પર ડોકટરી ઈલાજ કરવાની સાથે-સાથે કેટલાક દેશી ઉપચારો પણ અપનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેટમાં દુખાવો થવા પાછળના કેટલાક કારણો અને તેના ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છે.

જો આપણે પેટમાં દુખાવો થવા પાછળનાં કારણો વિશે વાત કરીએ તો વધારે પ્રમાણમાં ભોજન કરવું, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, વાસી ભોજનનું સેવન કરવું, સંક્રમિત ભોજન ખાવું, અંકુરિત દાળનું વધારે સેવન કરવું, ખરાબ પાણી પીવું, ભોજન કર્યા પછી તરત જ વધારે પ્રમાણમાં કામ કરવું વગેરે કારણોને લીધે પેટમાં દુખાવો થઈ શકે છે. 

હવે આપણે પેટમાં દુખાવો થાય ત્યારે કયા દેશી ઉપચાર અપનાવી શકાય તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટમાં દુખાવાની સમસ્યાથી દૂર કરવા માટે તમે બ્લેક નમક નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં બ્લેક નમકમાં હિંગ, સૂંઠ અને અજમો બરાબર માત્રામાં મિક્સ કરીને પાઉડર બનાવી લેવો જોઈએ. 

હવે આ ચૂર્ણ સવારે અને સાંજે ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનું નિયમિત રૂપે સેવન કરવાથી પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

આ સિવાય પેટમાં દુખાવાની સમસ્યામાં અજમો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે અજમાના પાઉડરને પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઇએ. 

જેનાથી ગેસને લીધે થતા પેટમાં દુખાવાની સમસ્યાથી રાહત મળી શકે છે. આ સિવાય તમે અજમાના ચૂર્ણમાં સૂંઠનો પાઉડર પણ મિક્સ કરીને સેવન કરી શકો છો.

ફુદીનાનો ઉપયોગ પેટમાં દુખાવો દૂર કરવા માટે કરવામાં આવે છે. એક ગ્લાસ હલ્કા ગરમ પાણીમાં કૂદીનાનો રસ, લીંબુનો રસ અને થોડુક મધ મિક્ષ કરીને પીવાથી પેટમાં દુખાવાથી આરામ મળે છે. તમે પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાન ચાવીને પણ ખાઈ શકો છો. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટ ના દુખાવા માટે લીંબુ પણ લાભકારી હોય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, સૂંઠ નો પાવડર અને થોડું બ્લેક નમક મિક્સ કરીને સેવન કરવાથી પેટના દુખાવાથી છુટકારો મળે છે. 

લીંબુ નો ઉપયોગ કરવાથી ઉલટી અને કારણે થતા પેટમાં દુખાવાથી રાહત મળી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આદુ પણ પેટના દુખાવામાં તરત જ રાહત આપવા માટે કામ કરે છે. 

પેટમાં દુખાવાની પરેશાની દૂર કરવા માટે તમારે આદુમાં કાળા મરી, હિંગ અને સેંધા નમક મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે આ પેસ્ટને નાભિની ચારે બાજુ લગાવવાથી પેટના દુખાવાથી તરત જ રાહત મળી જાય છે.

પેટ ના દુખાવાના દેશી ઉપચાર તરીકે લસણ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. પેટના દુખાવાને ઠીક કરવા માટે એક ચમચી લસણના રસને પાણી સાથે મિક્સ કરીને સેવન કરવાથી લાભ થાય છે. આ સાથે લસણના સેવન કરવાથી ગેસના કારણે થતા પેટના દુખાવા અને સામાન્ય ફેટને દૂર કરવા માટે પણ ખૂબ જ અસરકારક હોય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!