દોસ્તો શક્કર ટેટી ગ્રીષ્મ ઋતુનું એક ફેમસ ફક છે, જેમાં પાણીની માત્રા સુધી વધારે હોય છે. શક્કરટેટી નો સ્વાદ એકદમ મીઠો હોય છે અને તે દેખાવમાં હલકા પીળા અને નારંગી રંગનું હોય છે.
શક્કરટેટીનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ મેલો છે. તેને તમે ફળ અને શાકભાજી બંને તરીકે ઉપયોગ કતી શકો છો. આ સાથે શક્કર ટેટી નો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
તેમાં 92 ટકા પાણીની માત્રા હોય છે. જે શરીરમાં થતી પાણીની કમીને દૂર કરી શકે છે. શક્કરટેટીનું સેવન પાણીની કમી દૂર કરવા માટે લાભકારી માનવામાં આવે છે.
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે, જેના લીધે ડીહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે પંરતુ જો કોઈ વ્યક્તિ શક્કરટેટીનું સેવન કરે છે તો તેના શરીરમાં પાણીની કમી દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે શક્કરટેટી નો ઉપયોગ કરવાથી ગરમીમાં લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે શક્કરટેટી માં શર્કરાની માત્રા બહુ ઓછી હોય છે, જેના લીધે તે વજન ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે.
જો તમને વારંવાર માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો પણ તમે શક્કરટેટીનો ઉપયોગ કરી શકો છો. શકરટેટી નો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે.
શક્કરટેટી તમને ઊંઘ ન આવવાની સમસ્યા થી પણ રાહત આપી શકે છે. શક્કરટેટીનું સેવન આપણા શરીરને વિટામિન એની કમી થી છુટકારો અપાવી શકે છે. હકીકતમાં તેમાં બિટા કેરોટિન મળી આવે છે, જે આપણી આંખો માટે ખૂબ જ લાભકારી હોય છે.
કિડની ની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો પણ શક્કરટેટીનો ઉપયોગ કરી શકે છે. હકીકતમાં તેનું સેવન કરવાથી કિડની એકદમ મજબૂત રહે છે અને તેના સાથે જોડાયેલી પરેશાનીઓ ઠીક કરવામાં મદદ મળે છે. જો તમને પથરીની સમસ્યા થઈ હોય તો પણ તમે શકરટેટી નો ઉપયોગ કરી શકો છો.
જો તમારી ત્વચા વારંવાર શુષ્ક થઈ જતી હોય તો તમારે શકરટેટી નો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી ત્વચા એકદમ મુલાયમ અને ચમકદાર રહે છે.
જે લોકો દાંત સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ શક્કરટેટી લાભકારી થઈ શકે છે. હકીકતમાં પાણી સાથે શક્કરટેટીને ઉકાળીને પાણી વડે કોગળા કરવાથી દાંતના દુખાવાથી છુટકારો મળી શકે છે.
જે લોકો ડાયાબિટીસના રોગથી પીડિત છે તેવા લોકોએ પણ શકરટેટી નો જ્યુસ નો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી બ્લડ શુગર કાબૂમાં રહે છે અને ડાયાબીટિસની સમસ્યાથી છુટકારો મળી શકે છે.