હંમેશા સ્વસ્થ રહેવા માટે જીવનમાં ઉતારી લો આ 6 નિયમ, 100 વર્ષ સુધી નહીં પડો બીમાર

આજની ભાગદોડભરી, પ્રદૂષિત અને અનહેલ્થી ખાનપાન ભરી જીંદગીમાં દરેક વ્યક્તિ નિરોગી રહેવા માંગે છે પરંતુ અનિયમિત લાઇફસ્ટાઇલના કારણે તે પોતાની હેલ્ધી રહેવાની ઈચ્છા પૂરી કરી શકતો નથી પરંતુ જો તમે પોતાના ડેલી જીવનમાં કેટલાક નાના મોટા બદલાવ કરો છો તો તમે અનહેલ્થી લાઇફસ્ટાઇલને હેલ્દી બનાવી શકો છો. 

તો ચાલો આપણે આ કેટલાક બદલાવ વિશે જાણીએ.

તમારે હેલ્ધી રહેવા માટે દરરોજ 30 મિનિટ સુધી વોકિંગ કરવાની ટેવ પાડવી જોઈએ. હકીકતમાં દરરોજ ચાલવા જવાથી શરીરમાં લોહીનો સંચરણ યોગ્ય રીતે થાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. 

આ સાથે હાથ પગની માંસપેશીઓ અને હાડકા મજબૂત બને છે. જેના લીધે તમને વિવિધ પ્રકારના દુખાવા થઈ શકતા નથી. વળી દરરોજ ચાલવા જવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે અને તમારો સ્ટેમિના પાવર પણ વધે છે. જેના લીધે તમે આખો દિવસ ઊર્જાસભર થઈને કામ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને આ વાત સાંભળીને નવાઇ લાગશે કે ભોજન કરતી વખતે પાણી પીવું જોઈએ નહીં. હા આ એકદમ સાચી વાત છે. 

જો તમે ભોજન કરતી વખતે પાણીનું સેવન કરો છો તો તે ભોજનને યોગ્ય રીતે પચાવી શકતું નથી અને તમને પેટના રોગો થાય છે. આ સાથે તમારે ભોજનને હંમેશા ચાવીને ખાવું જોઈએ. 

જો તમે આ ઉપાય કરશો તો તમને અપચો, ગેસ અને કબજિયાતમાં રાહત મળી શકશે. તમારે દરરોજ લીંબુ, આદુ, મધ અને કાળા મરી સાથે ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે સાથે સાથે ગળા સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે. 

વળી આ ડ્રીંકનું સેવન કરવાથી ખાંસી તાવ જેવા રોગો પણ થઈ શકતા નથી. આ ઉપાય કરવાથી પેટમાં રહેલા બધા જ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને શરીર ફીટ રહે છે.

તમારે મોટાભાગની બીમારીઓથી છુટકારો મેળવવા માટે મોઢાની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે દાંત અને જીભની નિયમિત રૂપે સાફ સફાઈ કરવી જોઈએ. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેનાથી મોટાભાગના બેક્ટેરિયા મોઢામાંથી બહાર આવી જશે અને તમે આખો દિવસ તાજગી અહેસાસ કરી શકશો. તમારે માથા અને શરીરની તેલથી માલિશ કરવી આવશ્યક છે. 

દરરોજ આવું કરવાથી તમને મોટા ભાગના રોગો થઈ શકતા નથી અને તમારું શરીર એકદમ મજબૂત બની શકે છે સાથે સાથે વિવિધ પ્રકારની સમસ્યાઓ જેમ કે પિત્ત, વિકાર અને ડિપ્રેશન વગેરેથી પણ રાહત મળે છે અને તમારો મૂડ પણ સુધરે છે.

તમારે હંમેશા પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ અને નકારાત્મક લોકોથી અંતર બનાવી રાખવી જોઈએ. જો તમારા મગજમાં ખરાબ વિચાર આવે તો તેને હંમેશા પોઝીટીવ સ્વરૂપે લેવા જોઈએ અને કોઈ પણ મુશ્કેલીથી ગભરાયા વિના તેનો સામનો કરવો જોઈએ.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!