સામાન્ય રીતે આપણે બધા લીંબુનો રસ કાઢીને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે લીંબુની છાલ માં પણ ઘણાં પોષક તત્વો છુપાયેલા હોય છે. જેનો ઉપયોગ ઘણી ચિકિત્સા પદ્ધતિમાં કરી શકાય છે.
લીંબુની છાલ માં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી, ફાઇબર સહિત અન્ય ઘણાં પોષક તત્વો મળી આવે છે. જે તમને બિમારીઓથી દૂર રાખવાનું કામ કરે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને લીંબુની છાલનો ઉપયોગ કરવાથી કઈ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
સૌથી પહેલા લીંબુનો ઉપયોગ કરવા માટે લીંબુની છાલને તડકામાં સૂકવી લેવી જોઈએ. ત્યારબાદ જ્યારે છાલ સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઈન્ડ કરીને પાવડર બનાવી લેવો જોઈએ અને તમારે આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. તમે આ પાવડરની ચા અથવા ઉકાળો બનાવીને પણ પી શકો છો.
જો તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો લીંબુની છાલ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે લીંબુના રસની જેમ લીંબુની છાલ માં પણ વજન ઓછું કરવાના ગુણો હોય છે.
લીંબુ ની છાલમાં મળી આવતું પેક્ટિન વજનમાં ઘટાડો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જો તમે ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી લીંબુની છાલને અવશ્ય ભોજનમાં સામેલ કરવી જોઈએ.
તમે બધા જાણતા હશો કે હાડકા શરીરને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે પરંતુ શરીરમાં કેલ્શિયમની કમી વર્તાય તો તે ઘણી બીમારીઓ નું સ્વરૂપ ધારણ કરે છે. આવામાં જો તમે ભોજનમાં લીંબુની છાલનો ઉપયોગ કરો છો તો તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે.
જે તમારા હાડકાઓને મજબૂત કરે છે સાથે સાથે સાંધાના દુખાવા, આર્થરાઈટિસ, સોજાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. જે લોકો તણાવ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે લીંબુ ની છાલ લાભકારી સાબિત થાય છે.
કારણ કે લીંબુની છાલ માં મળી આવતા પોષક તત્વો તમારા તણાવને ઓછો કરવાનું કામ કરે છે. લીંબુની છાલ માં બાયો ફલેવેનોઇડ હોય છે, જે શરીરમાંથી તણાવ દૂર કરવા માટે કામ કરે છે. જેનાથી તમે ચિંતા ની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.
તમને જાણીને આશ્ચર્ય થશે લીંબુ ની છાલ નો ઉપયોગ કેન્સરની બીમારીથી છુટકારો મેળવવા માટે કામ કરે છે. હકીકતમાં લીંબુની છાલનું સેવન કરવાથી કેન્સરની કોશિકાઓ નો વિકાસ અટકી જાય છે અને તમે ગંભીર સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
તમે હૃદયને સ્વસ્થ રાખવા અને હૃદય સંબંધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પણ લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુ ની છાલ નો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તેમાં પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
આ સાથે સાથે હાર્ટ એટેક, ડાયાબિટીસ વગેરેથી પણ છુટકારો અપાવે છે. લીંબુની છાલમાં મળી આવતા પોષક તત્વો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરવામાં સહાયક બને છે.
શરીરમાં જો કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદયના સ્વાસ્થ્યને ખતરો ઊભો થાય છે પરંતુ લીંબુની છાલનો ઉપયોગ કરવાથી તમે આ પ્રકારની સમસ્યાથી બચી શકો છો. લીંબુની છાલ માં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવતું હોવાને કારણે તે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે મળીને રક્તવાહિની કામને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
જેના લીધે બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવી જાય છે. લીંબુની છાલ માં ફાઈબર પણ મળી આવે છે. જેનો તમે ઉપયોગ કરીને કબજીયાત, અલ્સર અને એસીડીટી ને રોકી શકો છો. આ સાથે લીંબુ ની છાલ માં ફાઇબર મળી આવતું હોવાને કારણે તે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ સાથે તમે પેટ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમે આંખોને સ્વસ્થ બનાવી રાખવા માટે પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કરી શકો છો. કારણ કે લીંબુની છાલ માં કેરોટીનોઇડ સારી માત્રામાં મળી આવે છે, જે આંખોની સમસ્યાથી છુટકારો અપાવે છે.