છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચ રક્તચાપ ભારતમાં મૃત્યુ નું પ્રમુખ કારણ બની ગયું છે. આ એક જૂની બીમારી છે. જો એક વખત ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા વિકસિત થઇ જાય તો તે આપણને આજીવન હેરાન કરતી હોય છે.
ઉચ્ચ રક્તચાપ હૃદય રોગ, સ્ટ્રોક, હાર્ટ એટેક જેવી સમસ્યાઓનું પણ કારણ બને છે. જો ઉચ્ચ રક્તચાપ ને સમયસર નિયંત્રણમાં ન લાવવામાં આવે તો તે ગંભીર બીમારીઓનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ સાથે આ સમસ્યા મોટાભાગના લોકોને 30 વર્ષની ઉંમર વટાવી ગયા પછી જોવા મળતી હોય છે. આ સાથે ઘરે બેઠા ઉચ્ચ રક્તચાપ વિશે જાણવા માટે કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા દર વર્ષે વધી રહી છે. આવનારા સમયમાં આ મૃત્યુ અને વિકલાંગતાનું પ્રમુખ કારણ પણ બની શકે છે, તેથી શક્ય હોય ત્યાં સુધી તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂર છે.
આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને ઉચ્ચ રક્તચાપ ની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય અને તેના લક્ષણો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.
જ્યારે ઉચ્ચ રક્તચાપની સમસ્યા થાય છે ત્યારે માથામાં દુખાવો, થાક લાગવો, ચક્કર આવવા, દિવસ દરમિયાન કમજોરી રહેવી, આંખોની નબળાઈ થવી, અચાનક બળતરા નો સામનો કરવો, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી અને હૃદયની ધડકનનો અવાજ વધારે સાંભળવો વગેરે જેવા લક્ષણો દેખાય છે.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ અસંતુલિત જીવનશૈલી અને ખરાબ ભોજનને કારણે થઈ રહી છે. જોકે આ સિવાય પણ ઘણાં અનેક કારણો છે.
જે લોકો ડાયાબિટિસ, હૃદયરોગ અને કિડની સંબંધી રોગોનો સામનો કરી રહ્યા છે, તેમની ધમનીઓ ધીમે ધીમે કમજોર પડવા લાગે છે. જે રક્તચાપની સમસ્યાનું કારણ બને છે.
આ સાથે જે લોકો જરૂરીયાત કરતા વધારે વજન ધરાવે છે, દિવસ દરમિયાન કોઈ એક્ટિવિટી કરતા નથી, વધારે પ્રમાણમાં નમકીન યુક્ત પદાર્થોનું સેવન કરે છે તેવા લોકોને પણ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જ્યારે આપણા ખાવા-પીવામાં અસંતુલન પેદા થાય છે અને શરીરમાં ફેટ ની માત્રા વધી જાય છે ત્યારે હાઈ બીપી ના લક્ષણો જોવા મળે છે.
આ સાથે બ્લડપ્રેશર ઓછું અથવા વધારે હોવું ઘાતક માનવામાં આવે છે. આપણા શરીરમાં સામાન્ય રીતે 120/80 mmHg બ્લડપ્રેશરને સામાન્ય માનવામાં આવે છે. આજની બદલાતી જીવનશૈલી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે અને ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.
જ્યારે રક્તચાપ સંતુલિત આંકડા કરતા વધી જાય છે ત્યારે તમને અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક યોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.
તાડાસન, ત્રિકોણાસન, વીરાસન, સૂર્ય નમસ્કાર, વ્રજાસન, ગોમુખાસન, પવનમુક્તાસન મર્કટાસન જેવા યોગો કરીને તમે બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જોકે હાઇબ્લડ પ્રેશરથી પીડિત લોકોએ યોગની શરૂઆત પ્રાણાયામથી કરવી જોઈએ.
જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે પાલક, સરગવો, કોબી, ડુંગળી, દૂધી, પરવર જેવી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે દલીયા, સોયાબીન, જુવારા, ખારેક, બાજરા, મગની દાળનું પણ સેવન કરી શકો છો.