આપણે બધા જાણીએ છીએ કે કપૂરનો ઉપયોગ વર્ષોથી ધાર્મિક કામકાજમાં કરવામાં આવતો રહ્યો છે. કપૂર આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને ઘરમાં રહેલી નેગેટિવ શક્તિ બહાર કાઢી દે છે.
જોકે તમારે જાણવું જોઈએ કે કપૂર ધાર્મિક ક્રિયાઓમાં તો વપરાય જ છે સાથે સાથે તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. હકીકતમાં કપૂર માં એવા પૌષ્ટિક તત્વ મળી આવે છે જે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાનું કામ કરે છે.
કપૂર માં એન્ટિઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ડાયાબિટી ગુણો મળી આવે છે. કપૂર એક કાર્બનિક પદાર્થ છે જેનો ઉપયોગ ઘણી ચિકિત્સા પદ્ધતિમાં કરવામાં આવે છે.
કપૂર પ્રાકૃતિક રૂપે ગુણકારી છે અને તમે તેનો ઉપયોગ કરીને શરીર માંથી ઘણા રોગોને દૂર કરી શકો છો. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કપૂરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમે તમારી ત્વચાની સંભાળ લેવા માંગો છો તો તમારે કપૂરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. હકીકતમાં કપૂરમાં એન્ટી તત્વ મળી આવે છે, જે તમારી ત્વચાને એકદમ ચમકદાર બનાવવા નું કામ કરે છે.
વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. જો તમારા ચહેરા પર ખીલ અને ડાઘ ની સમસ્યા થઈ રહી છે તો તમારે કપૂરને પાણીમાં પલાળી તે પાણી વડે માલિશ કરવી જોઈએ.
જો તમે ગળામાં ખરાશનો સામનો કરો છો અથવા તાવ આવી ગયો છે તો તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે કપૂરની ગોળી અથવા તેલ ને ગરમ પાણીમાં ઉમેરીને તેની વરાળ લેવી જોઈએ.
જેનાથી ગળામાં જામી ગયેલો પણ બહાર આવી જાય છે અને તાવની સમસ્યાથી પણ છુટકારો મળે છે. જો તમે ખાંસી ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ.
તેનાથી સ્વર યંત્ર ખુલી જાય છે અને ગળામાં થતી ખાંસીની સમસ્યાથી પણ રાહત મળે છે. આ માટે તમારે છાતી પર કપૂરના તેલથી માલિશ કરવી જોઈએ અથવા કપૂરને ગરમ પાણીમાં ઉમેરીને વરાળ લેવી જોઈએ.
કપૂરમાં ઉપરોક્ત જણાવ્યું તેમ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો મળી આવે છે. જે શરીરમાં થયેલા સોજા, દુખાવા અને બળતરાની સમસ્યા થી છુટકારો અપાવે છે. આ માટે તમારે અસરગ્રસ્ત વિસ્તાર પર કપૂરના તેલથી માલિશ કરવી જોઈએ.
હકીકતમાં કપૂરનું તેલ ધીમે ધીમે તમારા અંગો સુધી પહોંચે છે અને તમને દુખાવાની સમસ્યાથી છુટકારો અપાવે છે. કપૂરનો ઉપયોગ પાચનતંત્ર અને યોગ્ય બનાવવા માટે કરવામાં આવે છે.
હકીકતમાં કપૂર ના ઉપયોગથી પાચન રસ અને એન્ઝાઈમ ના ઉત્પાદનમાં વધારો થાય છે. જે પાચનશક્તિની સમસ્યામાં છુટકારો અપાવે છે અને ડાયજેસ્ટીવ સિસ્ટમમાં સુધારો કરે છે.
જો તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થાય તો તેનાથી શરીરના બધા જ અંગો પ્રભાવિત થાય છે. જે બળતરા અને દુખાવાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે પરંતુ જો તમે કપૂરનો ઉપયોગ કરો છો તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય થાય છે અને શરીરને વિવિધ રોગોથી છુટકારો મળે છે. આ સાથે કપૂરની સ્મેલ તમને રિલેક્સ કરવામાં મદદ કરે છે.