મોટાપો, અનિંદ્રા, માથાનો દુખાવો સહિત 70થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ દવા, ખાલી આવી રીતે કરવો પડશે ઉપયોગ

એક સમય હતો જ્યારે ભારતમાં એલોપેથિક દવાઓ ને બદલે આયુર્વેદિક દવાઓ નો ઉપયોગ કરવામાં આવતો હતો. કારણ કે આપણને કુદરત દ્વારા મળેલી એવી ઘણી વસ્તુઓ છે, જે આડઅસર વિના ઘણી બીમારીથી છુટકારો અપાવવા માટે કામ કરે છે. 

ટૂંકમાં કહીએ તો આપણી પ્રકૃતિ પોષક તત્વો નો ખજાનો છે. આવી જ એક ઔષધિ શતાવરી છે, જે ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. શતાવરી મહિલાઓના સ્તનના દૂધ માં વધારો કરવાની સાથે સાથે વજન ઘટાડવા માટે પણ કામ કરે છે. 

શતાવરીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોવાથી કારણે તેને આર્યુવેદમાં ઔષધોની રાણી તરીકે ઓળખવામાં આવે છે. શતાવરી એન્ટિઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોવાને કારણે તણાવ, અનિદ્રા સહિત અન્ય ઘણી બીમારીઓથી છુટકારો અપાવવા માટે કામ કરે છે. 

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને શતાવરીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર કરી શકાય છે તેના વિશે વિગતે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શતાવરીનો ઉપયોગ ઘણા વર્ષોથી સ્તનના દૂધમાં વધારો કરવા માટે કરવામાં આવે છે. જે મહિલાઓ માતા બને છે અને સ્તન માં દૂધ આવી રહ્યું નથી તેવી મહિલાઓ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. 

આ માટે તમારે શતાવરીની દૂધમાં મિક્સ કરીને ખાવી જોઈએ જો કે તમને જણાવી દઈએ કે શતાવરી પાવડર સ્વરૂપમાં પણ બજારમાં મળી આવે છે, તમે તેને ખરીદીને ઘરે લાવી શકો છો. 

સામાન્ય રીતે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય તો આપણા હાડકા નબળા પડવા લાગે છે અને ઘણી વખત હાડકા તૂટી પણ જાય છે પરંતુ જો તમે શતાવરીનો ઉપયોગ કરો છો તો તેમાં મળી આવતું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવા નું કામ કરે છે. 

આ સાથે શતાવરી હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે ખાલી તમારે તેનો દૂધ સાથે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તમને જાણીને હેરાની થશે કે શતાવરી હાડકાના વિકાસ કરવાની સાથે સાથે વજન ઓછું કરવા માટે પણ કામ કરે છે. 

શતાવરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને ઓછી કેલરી ધરાવતાં ગુણો હોય છે, જે વજન ઓછું કરવાનું કામ કરે છે. આજકાલ તણાવભરી જિંદગીમાં માઇગ્રેન એટલે કે માથાના દુખાવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે પરંતુ જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ ના કરવામાં આવે તો તે ખૂબ જ જોખમી બની શકે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હકીકતમાં શતાવરીમાં એવા ગુણો મળી આવે છે, જે તમારી ઘણી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. આ જ ક્રમમાં શતાવરીમાં રાઇબોફ્લેવિન ગુણો મળી આવે છે જે માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો અપાવે છે.

આજકાલ અનિદ્રાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી પીડિત લોકો રાતભર સૂઈ શકતા નથી અને ઊંઘ્યા વિના આખી રાત વિતાવે છે. જેના કારણે લોકો બીજા દિવસે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.

આ સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે જોવા મળે છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો તમારે શતાવરીનો દૂધ સાથે ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને સમસ્યાથી છુટકારો મળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!