દોસ્તો કોકોને પીસીને બનાવેલા પાવડરને કોકો પાવડર તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ચોકલેટ મિલ્કશેક અથવા ચોકલેટ કેક બનાવવા માટે થાય છે.
કોકો પાવડરને મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનો મુખ્ય પાક ગણવામાં આવે છે. કોકો પાઉડર માત્ર સ્વાદ માટે જ નહીં પંરતુ સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
કોકો પાઉડરમાં મળી આવતા પોષક તત્વો સારા સ્વાસ્થ્યની સાથે સાથે ઘણી શારીરિક બિમારીઓના લક્ષણોને ઘટાડવામાં અને અટકાવવામાં મદદ કરે છે.
જોકે કોકો પાવડરના વધુ પડતા સેવનથી કેટલીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી કોકો પાવડરનો ઉપયોગ કરતા પહેલા તેના ફાયદાઓ વિશે જાણીએ.
કોકો પાવડરમાં પ્રોટીન, એનર્જી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, કોપર અને ઝિંકની સાથે રિબોફ્લેવિન, વિટામિન-બી6 અને ફોલેટ જેવા ઘણા પોષક તત્વો હોય છે.
કોકો પાવડર ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે કોકો પાવડરમાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે, જે લોહીમાં સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને તેને સામાન્ય રાખે છે.
જેનાથી ડાયાબિટીસને રોકવામાં મદદ મળે છે. કોકો પાવડર અસ્થમાના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે. કારણ કે કોકો પાવડરમાં અસ્થમા વિરોધી સંયોજનો થિયોબ્રોમિન અને થિયોફિલિન જોવા મળે છે.
જે અસ્થમાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે અને અસ્થમાને રોકવામાં મદદરૂપ થાય છે. કોકો પાઉડર વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.
કારણ કે કોકો પાઉડરમાં વધુ મળી આવતું ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને અનિયમિત ભૂખને નિયંત્રિત કરે છે.
કોકોમાં મળી આવતું ફ્લેવેનોલ્સ મુખ્યત્વે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જે શરીરમાં LDL કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેક જેવી અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે.
કોકો પાવડરમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે અને કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
તેથી કહી શકાય કે કોકો પાવડર કેન્સરને રોકવા માટે ફાયદાકારક છે. કોકો પાઉડરમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડપ્રેશરને ઓછું કરે છે.
કારણ કે નિષ્ણાતોના મતે પોટેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન હાઈ બ્લડપ્રેશરને ઓછું કરીને તેને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેથી કહી શકાય કે કોકો પાવડર હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.
કોકો પાવડરનું સેવન તણાવ દૂર કરવા મૂડ સુધારવા માટે ફાયદાકારક છે. કારણ કે કોકો પાઉડરમાં એન્ટી-ડિપ્રેસન્ટ ગુણધર્મો તેમજ ફ્લેવોનોઈડ તત્વો હોય છે.
જે તણાવને દૂર કરીને મૂડને સારો રાખવામાં મદદ કરે છે.
કોકો પાવડરમાં હાજર ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે મુખ્ય ઘટક તરીકે કામ કરે છે. જે પાચનમાં સુધારો કરે છે અને ખોરાકને સારી રીતે પાચન કરવામાં મદદ કરે છે.
આ સાથે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે પેટની અન્ય સમસ્યાઓ જેવી કે કબજિયાત, અપચો અને ગેસને પણ દૂર કરે છે.