સામાન્ય રીતે દ્રાક્ષ આકારમાં નાનું અને સ્વાદથી ભરપૂર એક એવું ફળ છે, જેને કોઇ પણ વ્યક્તિ નાપસંદ કરી શકતો નથી. ફળોની રાણી તરીકે ઓળખવામાં આવતા દ્રાક્ષ ની ઉત્પતિ યુરોપ અને ભૂમધ્ય સાગરના થઈ હતી.
જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોનો પણ ખજાનો હોય છે. દ્રાક્ષમાં પ્રોટીન, ફાયબર, કોપર, પોટેશિયમ, આયર્ન, ફોલેટ, વિટામિન સી અને બી પ્રચુર માત્રામાં મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યને સુધારે છે સાથે સાથે ત્વચા માટે પણ લાભદાયી માનવામાં આવે છે.
દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવે છે, જેના કારણે તે તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. ઔષધીય ગુણોને કારણે દુનિયાભરમાં લાલ, કાળા, લીલા અને પીળા રંગની દ્રાક્ષ આવે છે.
તમે દ્રાક્ષને સીધી ખાવાને બદલે વાઇન, જ્યુસ, સરકો જામ, કિસમિસ વગેરે સ્વરૂપે કરી શકો છો. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને દ્રાક્ષનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છે.
કાળી દ્રાક્ષમાં ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને સાઈટ્રિક એસિડ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરની ઘણી બીમારીઓથી બચાવવા માટે કામ કરે છે. આ સિવાય કાળી દ્રાક્ષમાં વિટામિન સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે,
જે ત્વચામાં ચમક ઉમેરે છે અને સ્કિનને જુવાન બનાવે છે. જો તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય તો પણ તમે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો.
દ્રાક્ષનું સેવન કરવાથી તમે કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ બચી શકો છો. હકીકતમાં દ્રાક્ષમાં પોલીફેનોલ મળી આવે છે, જે એક એન્ટીઓક્સીડન્ટ એજન્ટ તરીકે કામ કરે છે. જો તમારા શરીરમાં કેન્સર નો વિકાસ થઈ રહ્યો હોય તો તમારે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. જેનાથી કેન્સર સામે લડવામાં મદદ મળે છે.
ગર્ભાવસ્થામાં દ્રાક્ષનું સેવન માતાની સાથે સાથે બાળકના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. હકીકતમાં તેમાં પ્રાકૃતિક રૂપે મિનરલ્સ, વિટામિન સી અને ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના લીધે તેના સેવનથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે અને હીમોગ્લોબિન લેવલ સંતુલિત કરવામાં મદદ મળે છે.
જો તમે બ્રેસ્ટ કેન્સરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પણ દ્રાક્ષ દવાની જેમ કામ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ દ્રાક્ષનું સેવન લાભદાયક માનવામાં આવે છે.
દ્રાક્ષમાં એવા પોષક પદાર્થ મળી આવે છે, જે હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરે છે. આ સિવાય દ્રાક્ષ બ્લડ કલોન્ટ ના ખતરાને પણ દૂર કરે છે. દ્રાક્ષમાં પોટેશિયમ મળી આવે છે, જે ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ દ્રાક્ષનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં દ્રાક્ષમાં ફાઇબર મળી આવે છે, જેનાથી તમને કબજીયાતની સમસ્યા થતી નથી.
જો તમે દ્રાક્ષનો જ્યુસ બનાવીને પીવો છો તો તમને વધારે લાભ થઈ શકે છે. દ્રાક્ષ આંખના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દ્રાક્ષમાં મળી આવતાં પોષકતત્ત્વો આંખોની રેટીનાને ખરાબ થવાથી બચાવે છે.
તેના સેવનથી મોતિયાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તમારી આંખોની રોશની પણ વધારો કરી શકાય છે.
જે લોકો દરરોજ દ્રાક્ષનું સેવન કરે છે તેમને ક્યારેય હાડકાના દુખાવા ની સમસ્યા થતી નથી. હકીકતમાં દ્રાક્ષમાં આયર્ન, કોપર, મેંગેનીઝ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવવા માટે કામ કરે છે. આ સાથે દ્રાક્ષમાં મળી આવતું કેલ્શિયમ હાડકામાં સુધારો લાવે છે, જેનાથી હાડકા મજબૂત બને છે.