દોસ્તો પીઠનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે લગભગ તમામ જાતિના લોકોમાં જોવા મળે છે. જોકે સૌથી વધારે 35 થી 55 વર્ષના ઉંમરના પુરૂષો અને મહિલાઓ કમરના દુખાવાની સમસ્યાથી પીડાય છે.
પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને કમરના દુખાવાની સમસ્યાથી વધુ પરેશાન થતી હોય છે.
સ્ત્રીઓમાં કમરના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જોકે મહિલાઓ કમરનો દુઃખાવો થવા પર નીચે પ્રમાણેના કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકે છે.
મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે કમરના દુખાવાની સારવાર માટે દૂધ પીવું ફાયદાકારક છે. પીઠના દુખાવાથી પરેશાન મહિલાઓએ રોજ દૂધ પીવું જોઈએ, તેનાથી હાડકા મજબૂત થશે અને દુખાવો મટી જશે.
પીઠના દુખાવાથી છુટકારો મેળવવામાં બરફ મદદરૂપ છે. આ માટે બરફથી શેક કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. કોલ્ડ કોમ્પ્રેસ બનાવવા માટે સૌપ્રથમ બરફનો ભૂકો કરો, હવે આ બરફને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બંધ કરો અને દુખાવાની જગ્યા પર લગાવો, આમ કરવાથી દુખાવામાં આરામ મળે છે.
મહિલાઓમાં કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે લસણને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લસણના તેલથી કમર પર માલિશ કરવાથી કમરનો દુખાવો ઓછો થઈ શકે છે.
આ માટે લસણની 3 થી 4 કળીને નાળિયેર, સરસવ અથવા તલના તેલમાં શેકી લો. હવે આ તેલને હૂંફાળું થવા દો અને હળવા હાથે કમર પર માલિશ કરો, તેનાથી કમરના દુખાવામાં આરામ મળશે.
આદુનો ઉપયોગ પણ કમરના દુખાવાને ઓછો કરવા માટે કરી શકાય છે. આદુમાં બળતરા વિરોધી ગુણો હોય છે, તે કમરના દુખાવાને ઓછો કરવાની સાથે સોજો ઘટાડવામાં પણ મદદરૂપ છે.
આ માટે આદુની પેસ્ટ બનાવીને કમર પર લગાવો અને સુકાવા દો. તેનાથી દુખાવો તરત જ ઓછો થઈ જશે. સ્ત્રીઓમાં કમરના દુખાવામાં ઘઉં ખૂબ જ અસરકારક છે.
આ માટે ઘઉંને રાતભર પલાળી રાખો અને સવારે તેમાં ખસખસ અને ધાણા પાવડર મિક્સ કરો. હવે આ મિશ્રણને દૂધમાં ભેળવીને ઉકાળો.
ત્યારબાદ આ મિશ્રણને દિવસમાં 3-4 વખત પીતા રહો, તેનાથી કમરનો દુખાવો ઓછો થશે. સ્ત્રીઓમાં કમરના દુખાવાને દૂર કરવા માટે તુલસીને ફાયદાકારક માનવામાં આવે છે.
તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને ઉકાળ્યા પછી આ પાણીમાં થોડું મીઠું નાખો. હવે આ પાણી દિવસ દરમિયાન સમયાંતરે પીવો. કારણ કે તુલસીના આ મિશ્રણને પીવાથી કમરના દુખાવામાં ઘણી રાહત મળે છે.
મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે કેમોમાઈલ ચા પીવી ફાયદાકારક છે. કેમોમાઈલ ચા એક પ્રકારની હર્બલ ચા છે જે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરરોજ કેમોલી ચા પીવાથી પીઠનો દુખાવો ઓછો થાય છે.