અજમા ઉકાળેલું ગરમ પાણી પીવાથી ઘણા લાભ થાય છે આયુર્વેદમાં અજમાને ગુણકારી માનવામાં આવે છે અજમાનો ઉપયોગ મસાલાના તરીકે કરવામાં આવે છે અજમા ની તાસીર ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ શિયાળામાં વધારે થાય છે.
આયુર્વેદમાં હજારો વર્ષોથી અજમાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અજમાનું ગરમ પાણી પીવાથી ઘણા લાભ થાય છે ?
અજમાનું ગરમ પાણી પીવાની રીત- 1. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમા પાઉડર ઉમેરી તેને ગરમ કરી ગાળીને પી શકાય છે.
- એક ગ્લાસ ગરમ પાણીમાં અજમા નો પાવડર અને થોડું નમક ઉમેરીને પી શકાય છે
અજમાનું ગરમ પાણી પીવાના ફાયદા- 1. અજમાનું ગરમ પાણી પીવાથી વધેલા વજનથી છુટકારો મેળવી શકાય છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું ગરમ પાણી પીવાથી શરીરની વધારાની ચરબી દૂર થાય છે.
- અજમાનું ગરમ પાણી પીવાથી પાચનક્રિયા પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત અપચો એસીડીટી દૂર થાય છે. અજમાનું ગરમ પાણી પાચનતંત્રને મજબૂત કરે છે આ ઉપરાંત પેટ સંબંધિત સંક્રમણથી પણ બચાવે છે.
- અજમાનું ગરમ પાણી પીવાથી અસ્થમા જેવી બીમારી ના લક્ષણો અને ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત કફવાડી ઉધરસની સમસ્યા થી પણ અજમાનું ગરમ પાણી છુટકારો અપાવી શકે છે.
- અજમાના ગરમ પાણીના ઉપયોગથી દાંતના દુખાવાની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે. અજમાનું પાણી મોઢામાં રહેલા બેક્ટેરિયા થી બચાવે છે જેના કારણે દાંત નો દુખાવો મટે છે.
- અજમાનું ગરમ પાણી પીવાથી શરદી ઉધરસ થી પણ બચી શકાય છે. અજમાનું ગરમ પાણી પીવાથી શરીર નું તાપમાન નિયંત્રિત રહે છે જેના કારણે ફ્લૂથી પણ રાહત મળે છે.
- અજમાના પાણીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાના ઘાને જલદી રુઝાવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને ફંગલ સંક્રમણથી અને બેકટેરિયાથી બચાવે છે.