આખા ધાણાના ફાયદા સાથે તેના ઘણા નુકસાન પણ હોય છે ભારતીય વ્યંજનોમાં ધાણાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે લીલા ધાણાની સાથે ધાણાના બી નો ઉપયોગ પણ કેટલીક વાનગીઓ માં કરવામાં આવે છે. જોકે આ ધાણા થી શરીર ને કેટલા ફાયદા સાથે નુકસાન પણ થઈ શકે છે.
ધાણા ના બીજ ની તાસીર ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ શિયાળાના સમયમાં વધારે કરવામાં આવે છે ટાણા એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે તેનો ઉપયોગ કરવાથી શરીરને સ્વસ્થ પણ રાખી શકાય છે.
Lધાણામાં રહેલા ગુણો ની વાત કરીએ તો તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, પોટેશિયમ, સોડિયમ સહિતના પોષક તત્વો હોય છે જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ સાબિત થાય છે.
ધાણા ના ફાયદા
- ધાણાના બીજનું સેવન કરવાથી ગઠીયા ની બીમારી ના લક્ષણો અને ઘટાડી શકાય છે ધાણામાં લીનોલિક એસિડ નું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં એન્ટી આર્થરાઇટિસ તરીકે કામ કરે છે જેના કારણે ગોઠણના દુખાવાની સમસ્યામાંથી રાહત મળે છે.
- ધાણાનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ડાયાબિટીસ જેવી બીમારીથી બચાવ થાય છે. ધાણામાં એવા તત્વો હોય છે જે રક્તમાં રહેલા ગ્લુકોઝને સંતુલિત રાખે છે. દાણાનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધારે લાભ થાય છે.
- ધાણાનું સેવન કરવાથી એનિમિયા જેવી બીમારીઓથી પણ બચી શકાય છે. શરીરમાં જ્યારે લોહીની ઉણપ થાય છે ત્યારે એનિમિયા થાય છે તેવામાં ધાણાના બી શરીરમાં રક્ત વધારે છે. ધાણામાં આયરન નું પ્રમાણ વધારે હોય છે જેના કારણે શરીરમાં રક્તની શુદ્ધી થાય છે.
- સૂકા ધાણા નું સેવન કરવાથી પાચન ક્રિયા પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. સૂકા ધાણા ખાવાથી કબજિયાત, અપચો, એસિડિટી જેવી તકલીફ થતી નથી.
- સૂકા ધાણા નું નિયમિત રીતે સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે ધાણાના બી જ શરીરમાં કોલેસ્ટ્રોલ તેમજ પેટના સ્તરને ઘટાડે છે જેના કારણે હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ ઘટે છે.
- સૂકા ધાણા નું સેવન કરવાથી માસિક ધર્મ દરમિયાન મહિલાઓને થતી સમસ્યાથી પણ છુટકારો મળે છે. માસિક સમયે થતા પેટના દુખાવા અને કમરના દુખાવાથી રાહત માટે ધાણાના બીજ થી બનેલી ચાનું સેવન કરવું જોઈએ.
- સૂકા ધાણાનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત વિકાર થી પણ બચી શકાય છે સૂકા ધાણા માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે ત્વચા સંબંધિત સંક્રમણનું જોખમ ઘટી જાય છે તેની મદદથી ખીલની સમસ્યા દૂર થાય છે.