70થી વધારે બીમારીઓની દવા છે આ ખાટું ફળ, માનવામાં આવે છે પૃથ્વી પરનું અમૃત

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને મોસંબી ખવડાવવા કે તેનું જ્યૂસ પીવાનો આગ્રહ રાખવામાં આવે છે બીમાર વ્યક્તિ માટે મોસંબી દવા જેવું કામ કરે છે. 

મોસંબી નું સ્વાદ પણ સારો હોય છે અને તેમાં રહેલા ગુણના કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. 

મોસંબી ની તાસીર ઠંડી હોય છે અને તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં મોસંબી નું સેવન કરવાથી સૌથી વધુ લાભ થાય છે. જોકે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી મોસંબી નું સેવન કેટલીક સમસ્યાઓને દૂર કરે છે.

 તો વળી કેટલીક સમસ્યાઓને જન્મ પણ આપે છે. એટલા માટે જ જરૂરી છે કે મોસંબી નું સેવન કરતાં પહેલાં તેના ફાયદા અને સાથે જ તેનાથી થતા નુકસાન વિશે પણ જાણકારી હોય. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોસંબી મા કેલ્શિયમ પ્રોટીન,  ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિન-સી સૌથી વધુ હોય છે. તો જાણીએ મોસંબી થી થતા ફાયદા અને તેના નુકશાન વિશે. 

મોસંબી થી થતા ફાયદા

 1. મોસંબીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેના કારણે મોસંબીના સેવનથી પાચનતંત્ર સુધરે છે મોસંબી નું સેવન કરવાથી કબજિયાત જેવી પેટની તકલીફોમાં થી રાહત મળે છે. 
 2. જેમને ડાયાબિટીસ હોય છે તેમના માટે મોસંબી લાભકારક સાબિત થાય છે બે ચમચી મોસંબી ના રસમાં ચાર ચમચી આમળાનું જ્યુસ અને એક ચમચી મધ ઉમેરી રોજ સવારે ખાલી પેટ લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. 
 3. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મોસંબી નું સેવન કરવું જરૂરી છે મોસંબીમાં વિટામિન સી ઉચ્ચ માત્રામાં હોય છે જેના કારણે શરીર વાઇરસ અને બેકટેરિયાથી લડવા માટે સક્ષમ બને છે. 
 4. આંખ નું તેજ વધારવા માટે પણ મોસંબીનો ઉપયોગ કરી શકાય છે મોસંબી ના રસના બે ટીપા આંખમાં નાખવાથી આંખનું ઇન્ફેક્શન દૂર થાય છે. 
 5. મોસંબીમાં વિટામિન સી સહિતના પૌષ્ટિક તત્વો હોય છે જેના કારણે ગર્ભવતી મહિલાઓ માટે મોસંબીનો જ્યૂસ લાભકારક સાબિત થાય છે. 
 6. કમળાના દર્દીઓ માટે પણ મોસંબી લાભદાયક હોય છે. મોસંબી નું સેવન કરવાથી લિવરની કાર્યક્ષમતા વધે છે અને દર્દી નું પાચન સુધરે છે. 
 7. ત્વચા સંબંધિત સમસ્યા હોય ત્યારે પણ મોસંબી ના રસ નો ઉપયોગ કરવો જોઈએ વિટામિન સી વધારે હોવાથી મોસંબી ત્વચાને સુંદર અને મુલાયમ રાખવામાં મદદ કરે છે. 
 8. જેમનું વજન વધારે છે અને વજન ઘટાડવું છે તેમના માટે પણ મોસંબી ઉત્તમ સાબિત થઈ છે નિયમિત રીતે હૂંફાળા પાણીમાં મોસંબીનો રસ અને મધ મેળવીને પીવાથી વજન ઘટાડી શકાય છે. 

મોસંબી નું સેવન કરવાથી થતા નુકસાન- 1. જેમને મોસંબી ની એલર્જી છે તેનું સેવન કરવાથી તેમણે બચવું જોઈએ. 

 1. મોસંબી જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એસિડિટી ઊલટી જેવી તકલીફ થઈ શકે છે
 2. મોસંબી નું વધારે પ્રમાણમાં સેવન કરવાથી દાંતના ઉપરના પડને નુકસાન થાય છે જેના કારણે દાંત નો દુખાવો થઇ શકે છે. 
 3. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા જો વધારે પ્રમાણમાં મોસંબી નું સેવન કરે તો તેને પેટમાં દુખાવો થઇ શકે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!