એકસાથે 50થી વધારે બીમારીઓનો ઈલાજ માનવામાં આવે છે આ વસ્તુ, ખાવા માત્રથી ભાગે છે બીમારીઓ..

પરવળ એક એવું શાક છે જેનો ઉપયોગ શાક બનાવવા થી લઈને મીઠાઈ બનાવવા સુધી થાય છે. પરવળ ની તાસીર ઠંડી હોય છે પરવળ નું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે પરવડ ની સાથે તેની છાલ અને બીનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. 

આયુર્વેદ અનુસાર પરવળનું સેવન કરવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. શરીરને સ્વસ્થ રાખવામાં પણ પરવડ સહાયક હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી શારીરિક સમસ્યા સર્જાઈ પણ શકે છે. 

પરવળ થી થતા ફાયદા

1.પરવડ માં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાક સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તેમાં રહેલા તત્વો રક્તમાં સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો
  1. જેઓ વજન ઘટાડવા માટે પ્રયત્ન કરે છે તેમણે પણ પરવળનું સેવન કરવું જોઈએ. પરવડ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. રક્ત શુદ્ધ કરવામાં પણ પરવડ લાભકારક હોય છે. પરવળનું સેવન કરવાથી ગંભીર બીમારીઓ માંથી મુક્તિ મળે છે. 
  2. વધતી ઉંમરની અસરને ઘટાડવામાં પણ આ શાક મદદ કરે છે તેમાં વિટામિન એ વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે જે ત્વચા પર થતી વધતી ઉંમરની અસરને ઘટાડે છે. 
  3. શરીરના કોઇપણ અંગમાં દુખાવો હોય તો તેના પર પરવળના બીજનો લેપ કરીને લગાડવાથી દુખાવાથી રાહત મળે છે. 
  4. પરવડના પાનનો રસ પીવાથી લીવર ની કાર્યપ્રણાલી સુધરે છે. તેના સેવનથી લીવરની બીમારીઓથી બચી શકાય છે. 
  5. પાચનતંત્ર માટે પણ પરવડ લાભદાયક હોય છે પરવડ માં ફાઇબર હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. 
  6. પરવળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરીર રોગ સામે લડવા માટે સક્ષમ બને છે. પરવળનું સેવન કરવાથી તાવ શરદી ઉધરસ વગેરેમાં લાભ થાય છે. 
  7. પરવડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે પરવળનો અર્ક પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા ઘટી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!