દોસ્તો લીલી ડુંગળીની ગરમ અસરને લીધે લોકો શિયાળામાં તેનું વધુ સેવન કરવાનું પસંદ કરે છે. આ સાથે લીલી ડુંગળીનો ઉપયોગ શાકભાજી બનાવવાથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં થાય છે.
જોકે લીલી ડુંગળીમાં રહેલા પોષક તત્વો જેમ કે ફોસ્ફરસ, મેંગેનીઝ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને સલ્ફરને લીધે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
લીલી ડુંગળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને વિટામીન હોવાને કારણે તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. લીલી ડુંગળીમાં ઓછી કેલરી હોય છે અને તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જે લોકો સંધિવાથી પીડાઈ રહ્યા હોય છે, તેવા લોકોએ લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. હકીકતમાં લીલી ડુંગળીમાં હાજર બળતરા વિરોધી ગુણોને કારણે, તે સંધિવાથી થતા દુખાવો અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
આ સાથે આંખોની રોશની વધારવા માટે પણ લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સાથે વિટામિન-એ આંખના સ્વાસ્થ્ય માટે મુખ્ય ઘટક તરીકે કામ કરે છે.
લીલી ડુંગળીનું સેવન હાડકાંને મજબૂત રાખવા માટે પણ ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં હાજર કેલ્શિયમ હાડકાંને મજબૂત રાખે છે અને હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે. આ સાથે હાડકાંને મજબૂત રાખવા માટે લીલી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે.
અસ્થમાના દર્દીઓ માટે પણ લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણોને કારણે તે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
લીલી ડુંગળીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જે શરીરના લોહીમાં હાજર સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.
લીલી ડુંગળીનું સેવન પાચનતંત્રને સારું રાખવા માટે પણ ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં જોવા મળતું ફાઈબર પાચન શક્તિ વધારવાની સાથે પાચન સંબંધી અન્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
લીલી ડુંગળી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે પણ ફાયદાકારક છે, લીલી ડુંગળીમાં એલિલ સલ્ફાઈડ અને ફ્લેવોનોઈડ જેવા તત્વો મળી આવે છે, જે શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદરૂપ થાય છે અને કેન્સરને અટકાવે છે.
આ સાથે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે લીલી ડુંગળીનું સેવન ફાયદાકારક છે. એક અભ્યાસ અનુસાર, લીલી ડુંગળીમાં એન્ટિહાઇપરટેન્સિવ અસર હોય છે, જેમાં બ્લડ પ્રેશર ઘટાડવાના ગુણ હોય છે.
તેથી, એવું કહી શકાય કે લીલી ડુંગળીનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. લીલી ડુંગળીનું સેવન હૃદયને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે.
એક અભ્યાસ દર્શાવે છે કે લીલી ડુંગળીમાં એવા કેટલાક તત્વ જોવા મળે છે, જે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને રોકવામાં મદદરૂપ છે. જે હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા અન્ય હાર્ટ એટેકના જોખમને ઘટાડવાની સાથે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.