પેટમાં ગેસ બનવાની સમસ્યા ચપટી વગડતા ભાગશે દૂર, જો ખાઈ લીધી આ વસ્તુ…

દોસ્તો પેટના ગેસને જડમૂળથી દૂર કરવા માટે ઘણા ઘરેલૂ ઉપાય બતાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને પેટના ગેસથી છુટકારો મેળવી શકાય છે. હકીકતમાં ઘરમાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનો ઉપયોગ કરીને તમે પેટની ગેસ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો.

મેથી :- એક ચમચી મેથીને હુંફાળા પાણી સાથે ખાઈ લો. જેનાથી ગેસની સમસ્યા થોડી જ વારમાં ઠીક થઈ જશે. આ સિવાય એક કે બે ચપટી હીંગ 1 ચમચી મેથી સાથે લેવાથી પણ પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે.

અજમો :- 1 ચમચી અજમાને ચાવ્યા વગર પાણી સાથે ગળવાથી થોડા જ સમયમાં પેટના ગેસમાં રાહત મળશે. આ સાથે ખાવામાં પણ અજમાનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં પેટનો ગેસ જડમાંથી નીકળી જશે.

શેકેલું જીરું :- 1 ચમચી શેકેલું જીરું પાણી સાથે ખાવાથી પેટનો ગેસ જડમૂળમાંથી નીકળી જાય છે. આ માટે શેકેલા જીરાનું રોજ સવાર-સાંજ સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હીંગ :- હીંગને હૂંફાળા પાણી સાથે લેવાથી થોડા જ સમયમાં ગેસમાં રાહત થશે. આ સાથે હીંગનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી પણ ફાયદો થાય છે.

લસણ અને સૂકી દ્રાક્ષ :- આ ઉપચાર કરવા માટે 2 થી 3 કિસમિસના બીજ કાઢીને તેને લસણ સાથે ખાવાથી ગેસની સમસ્યા થોડા જ સમયમાં ઠીક થઈ જશે. હકીકતમાં લસણ અને સૂકી દ્રાક્ષ પેટ સંબંધિત અનેક વિકારોને દૂર કરવામાં સક્ષમ છે. તમે જીરું અને ધાણા સાથે લસણને પાણીમાં ઉકાળીને તેનું રોજ 1 કે 2 વખત સેવન કરો છો તો પણ પેટમાં ગેસની સમસ્યા જડમૂળથી ખતમ થઈ જાય છે.

દૂધ :- સવારે દૂધ પીવાથી ઘણા લોકોને દિવસ દરમિયાન ગેસની સમસ્યા રહે છે. તેથી જો તમને પણ દૂધ પીધા પછી ગેસની સમસ્યા હોય તો સવારે દૂધ પીવાનું બંધ કરી દો.

રાત્રિભોજનના કારણે :- ઘણી વખત રાત્રિભોજનને કારણે બીજા દિવસે સવારે પેટમાં અપચો અથવા કબજિયાતની સમસ્યા થાય છે, જેના કારણે પેટમાં ગેસની સમસ્યા ઉભી થાય છે. તેથી રાતે સાત્વિક અથવા ઓછા મસાલેદાર ખોરાક જ ખાઓ.

તજ :- તજને પાણીમાં ઉકાળીને તેને ખાલી પેટ પીવાથી પણ પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. જો તમે ઈચ્છો તો રોજ ભોજનમાં થોડી તજ ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખાવાનો સોડા અને લીંબુ :- એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પણ પેટનો ગેસ તરત જ દૂર થઈ જાય છે.

છાશ :- છાશમાં જીરું અને કાળું મીઠું ઉમેરીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આની સાથે વરિયાળી અને લવિંગ વગેરેનું સેવન પણ પેટ સંબંધિત અનેક વિકારોને દૂર કરવામાં સક્ષમ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!