આ ધાર્મિક કાર્યો માટે વપરાતી ઔષધિથી દુર કરી શકાશે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી 100થી વધારે બીમારીઓ.

દોસ્તો સામાન્ય રીતે બીલીનો ઉપયોગ ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતો હોય છે અને મોટાભાગના શિવ મંદિરોમાં બીલીનું ઝાડ જોવા મળી જાય છે. બીલી ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય હોવાનું માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય બીલીના પત્તા નો ઉકાળો બનાવીને પીધો છે? જો ના, તો તમને કહી દઈએ કે બીલીના પત્તા ના ઉકાળામાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે, જે તમારા શરીરમાંથી ઘણા રોગોને દૂર કરવાનું કામ કરે છે.

જે લોકોનું બ્લડ સુગર વારંવાર વધઘટ થતું હોય તેવા લોકો માટે બીલીપત્રનો ઉકાળો ખૂબ જ કારગર માનવામાં આવે છે. હકીકતમાં તેનાથી ડાયાબિટીસની સમસ્યા કાબૂમાં રહે છે અને વ્યક્તિને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડતો નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને બીલીપત્રનો ઉકાળો પીવાથી કઈ કઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

બિલીપત્રનો ઉકાળો બનાવવા માટે તમારે સૌથી પહેલા બીલીના પાન લઈને તેનો રસ કાઢી લેવો જોઈએ અને તેને એક કપ પાણીમાં ઉમેરી દેવું જોઈએ. હવે આ પાણીને ગરમ થવા દેવું જોઈએ અને જ્યારે બરાબર પાણી ઉકળવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી થોડું ઠંડુ થાય ત્યારે સેવન કરવું જોઈએ. જો તમે દસેક દિવસ સુધી આ ઉકાળાનું સેવન કરશો તો તમારું બ્લડ શુગર આપમેળે નિયંત્રિત થઈ જશે અને ડાયાબિટીસથી રાહત મળશે.

જો તમારા શરીર પર સફેદ રંગના ડાઘ થઈ ગયા છે અને તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા બીલીના પત્તા નો ઉકાળો બનાવીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. હકીકતમાં બીલીના પત્તામાં એવા ગુણધર્મો મળી આવે છે, જે તમારા શરીરની ચામડીને તાપ સહન કરવાની શક્તિ આપે છે. જેથી કરીને તમે સફેદ ડાઘની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે બીલીના રસનો ઉપયોગ કરીને વાળની સમસ્યા પણ દૂર કરી શકો છો. જે લોકોને માથામાં ખોડો અને ખંજવાળની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ બીલીના પત્તાનો રસ બનાવીને તેમાં કપૂર નો ટુકડો ઉમેરી દેવો જોઈએ. હવે તેલની જેમ માથામાં આ લિક્વિડ થી માલીશ કરવાથી વાળમાં ખોડો ની સમસ્યા રહેશે નહીં.

જો તમારા શરીરમાં લોહી સાફ હશે નહીં તમારી ત્વચા પર ખીલ ડાઘ વગેરે ની સમસ્યા રહે છે પરંતુ જો તમે બીલ પત્તાનો રસ પીવાનું શરૂ કરી દો તો તમારું લોહી એકદમ શુદ્ધ બની જાય છે. જો તમે કોઈ કારણસર બીલીના પત્તાનો રસ પી શકતા નથી તો તમે બીલીનું ફળ અને મધનું સેવન કરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!