દોસ્તો આપના પગના નીચેના ભાગને પંડિ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે આ ભાગમાં દુખાવો શરૂ થાય છે ત્યારે તે ખૂબ જ અસહ્ય હોય છે જ્યારે આપણા શરીરમાં માંસપેશીઓમાં ખેંચાણ, હાડકાઓની નબળાઈ, પોષક તત્વોની કમી, લોહીની કમી, માંસપેશીઓમાં દુખાવો, હાડકાનું ઘસાવું વગેરે જેવા કારણોને લીધે પિંડી માં દુખાવો ઊભો થાય છે.
આવી સ્થિતિમાં તમારે પિંડીમાં થતા દુખાવાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. જો તમે પણ પગના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો અનુભવી રહ્યા છો અને તમે તેનાથી દૂર કરવાના ઉપાય શોધી રહ્યા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને તેનાથી બચવાના ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમે પિંડીમાં થતા દુખાવાથી છુટકારો મેળવવા માટે વિનેગર નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે વિનેગર ને એક ડોલ ગરમ પાણીમાં ઉમેરવું પડશે. ત્યારબાદ તમારા પગને તેમાં ડુબાવી રાખવા જોઈએ. આ ઉપાય થોડા કલાક સુધી કરશો તો તમને અવશ્ય દુખાવાથી છુટકારો મળશે. આ સિવાય તમે મધ અને વિનેગર નું સેવન કરીને પણ પિંડીના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
આ સિવાય તમે આદુનો ઉપયોગ કરીને પણ પિંડીના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં આદુ માંથી તેલ બનાવીને તેને અસરગ્રસ્ત વિસ્તાર માલિશ કરવી જોઈએ અથવા તો તમે આદુ યુક્ત ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.
આ સિવાય તમે લીંબુનો ઉપયોગ કરીને પણ પિંડી ના દુખાવાથી રાહત મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં લીંબુના રસમાં એરંડિયું તેલ મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર માલિશ કરવી જોઈએ. આ સિવાય તમે લીંબુના રસમાં મધ ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો. કારણ કે લીંબુમાં એન્ટી એક્સીડન્ટ તત્વ મળી આવે છે, જે આપણા શરીરમાં રહેલા દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.
આ સિવાય તમે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરીને પણ પિંડીના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે ગરમ પાણીમાં સિંધાલૂણ મીઠું ઉમેરીને બરાબર હલાવી દેવું જોઈએ. ત્યારબાદ અડધો કલાક સુધી આ પાણીમાં પગ પલાળી રાખવાથી પણ પિંડીના દુખાવાથી તમને રાહત મળી શકે છે.
સામાન્ય રીતે પિંડીમાં દુખાવો થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે પણ જો તમે કોઈ કારણસર ઉપરોક્ત ઉપાય કરી શકતા નથી તો તમે તલના તેલમાં હળદર ઉમેરીને પણ પ્રભાવિત જગ્યાએ માલિશ કરી શકો છો. આ ઉપાય પણ પિંડીના દુખાવાથી છુટકારો મેળવવા માટે કારગર માનવામાં આવે છે.