આંખોના નંબર કાયમ માટે થઈ જશે દૂર, ખાલી દિવસમાં બે વખત કરવો પડશે આ વસ્તુનો ઉપયોગ.

દોસ્તો આયુર્વેદ અનુસાર બહેડા એક ફાયદાકારક ઔષધિ છે, જેનો ઉપયોગ સદીઓથી પેટની અમુક સમસ્યાઓની સારવાર માટે દવા તરીકે કરવામાં આવે છે. બહેડા એ ત્રિફળાના ત્રણ મુખ્ય ઘટકોમાંનું એક છે, જેમાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો મળી આવે છે.

બહેડામાં હાજર ઔષધીય ગુણો વાત, પિત્ત અને કફને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે, તેથી બહેડાનો ઉપયોગ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. તો ચાલો આપણે આ લેખમાંથી બહેડાનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

ગળામાં દુખાવો થતો હોય તો બહેડાને થોડા ઘીમાં ગરમ કરીને ખાવાથી ગળાનો દુખાવો મટે છે. આ સિવાય બહેડા અને હરડની છાલ સરખી માત્રામાં લઈને પાવડર બનાવી લો. હવે આ ચુર્ણ 4 ગ્રામ લેવાથી અસ્થમા અને ઉધરસમાં આરામ મળે છે.

કિડનીની પથરીથી પીડિત દર્દીઓ માટે બહેડાનું સેવન ફાયદાકારક છે. આ માટે પથરીથી પીડિત વ્યક્તિએ બહેડાના ફળના 3-4 ગ્રામ ચૂર્ણને મધમાં ભેળવીને સવાર-સાંજ લેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેશાબમાં બળતરાની સમસ્યા હોય તો બહેડા ફળના ચુર્ણમાં 3-4 ગ્રામ મધ ભેળવીને પીવો. સવાર-સાંજ આ મિશ્રણનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય બહેડાના બીજને પાણીમાં પીસીને પીવાથી હાથ-પગમાં થતી બળતરામાં ફાયદો થાય છે.

બહેડા અને સાકરને સમાન માત્રામાં ભેળવીને મિશ્રણ બનાવીને પીવાથી આંખોની રોશની વધે છે. આ સિવાય બહેડાની છાલને પીસીને મધમાં મિક્સ કરીને કાજલની જેમ આંખોમાં લગાવવાથી દુખાવો, સોજો અને આંખને લગતી અન્ય બીમારીઓ મટે છે.

નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ ભોજન લીધા પછી બહેડાના ફળનો 3-6 ગ્રામ પાવડર લેવો જોઈએ. તેનાથી પાચન શક્તિ સુધરે છે. આ સિવાય બહેડાના 2-3 શેકેલા ફળોનું સેવન કરવાથી ડાયેરિયાની ગંભીર સમસ્યા પણ દૂર થાય છે. વળી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ બહેડાના પાકેલા ફળને પીસીને પાણી સાથે લેવું જોઈએ.

જો કોઈ વ્યક્તિને વધુ પડતી લાળ નીકળવાની સમસ્યા હોય તો તે વ્યક્તિએ દોઢ ગ્રામ બહેડામાં સમાન માત્રામાં ખાંડ ભેળવીને થોડા દિવસો સુધી આ મિશ્રણનું નિયમિત સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી વધુ પડતી લાળ નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

હ્રદયરોગના નિવારણ માટે બહેડાના ફળનું ચૂર્ણ અને અશ્વગંધાનું ચૂર્ણ સમાન માત્રામાં મિક્સ કરીને 5 ગ્રામ લઈ ગોળ સાથે મિક્સ કરીને ગરમ પાણી સાથે સેવન કરવું. આ મિશ્રણનું સેવન હ્રદય રોગમાં ફાયદાકારક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!