ચામડીના રોગો સાથે દૂર થઈ જશે માથાનો દુખાવો, વાળ અને ત્વચાની સમસ્યાઓ, જાણો મફતમાં મળી આવતા આ પાનના ફાયદાઓ વિશે.

દોસ્તો સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવો હોય અથવા તેમાં રંગ લાવવો હોય તો મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મીઠો લીમડો વાનગીને મસાલેદાર બનાવવાનું કામ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે મીઠા લીમડામાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. તમે મીઠા લીમડાનો લેપ બનાવીને ઉપયોગ કરો છો તો ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો.

આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને મીઠા લીમડાનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ… તો આજ ના આ લેખને અંત સુધી વાંચજો.

જ્યારે કોઈ વ્યક્તિને શરીર ના અંગ પર જીવજંતુ કરડે છે ત્યારે અસહ્ય દુખાવા નો સામનો કરવો પડતો હોય છે પરંતુ જો તમે મીઠા લીમડાના રસ બનાવીને અસરકારક જગ્યાએ લગાવી દેશો તો દુખાવો દૂર થઇ જશે અને સોજો આવ્યો હશે તો તેનાથી પણ રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે સૌથી પહેલા મીઠા લીમડાને મૂળ સાથે લઈને તેની છાલ થી અલગ કરી દેવો જોઈએ અને તેને વાટી લેપ બનાવવો જોઈએ. ત્યારબાદ તેને અસરકારક જગ્યાએ લગાવવો જોઈએ.

જો તમે શરીરના કોઈ અંગ ઉપર હર્પીસ કે ખંજવાળની સમસ્યા હોય તો તેનાથી રાહત મેળવવા માટે તમે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે મીઠા લીમડાનો રસ કાઢીને તેમાં લીંબુનો રસ ઉમેરી દેવો જોઈએ અને તેને એ ખંજવાળની સમસ્યા રહેતી હોય તે જગ્યાએ લગવવો જોઈએ. જેનાથી ખંજવાળ કાયમી ધોરણે દૂર થઈ જશે.

જો તમને મોઢામાં ચાંદા પડ્યા છે અથવા પેઢાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે મીઠા લીમડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે સૌથી પહેલા મીઠા લીમડાના પત્તાને પાણીમાં ઉકાળીને બરાબર ગરમ થવા દેવા જોઈએ. હવે આ પાણીથી કોગળા કરવાથી મોઢામાં ચાંદાની સમસ્યા દૂર થઈ જશે અને પેઢામાં દુખાવો થતો હશે તો તેનાથી પણ રાહત મળશે.

સામાન્ય રીતે જ્યારે માથાનો દુખાવો શરૂ થાય છે ત્યારે કોઈ પણ કાર્ય કરવામાં મન લાગતું નથી. જો તમે પણ વારંવાર માથાનો દુખાવા નો સામનો કરો છો તો તમારે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા મીઠા લીમડાના પાનને વાટીને લેપ બનાવી લેવો જોઇએ અને તેને માથા પર લગાવવો જોઈએ. જેનાથી માથાને ઠંડક મળશે અને દુખાવો દૂર થઇ જશે.

જો તમે વાળ સંબધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે સૌથી પહેલા મીઠા લીમડાને વાટીને પાણીમાં ઉમેરી દેવો જોઈએ. ત્યારબાદ તેમાં ઉમેરીને માથા પર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!