દોસ્તો સામાન્ય રીતે અંજીરને ડ્રાયફ્રુટ માં સમાવવામાં આવે છે. જેમાં મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જેના લીધે તેનો ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ. અંજીરનો ઉપયોગ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને ભૂખ લાગતી નથી. જેથી કરીને તમે વજન ઓછું કરી શકો છો. આ સાથે ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાઇ રહેલા લોકો પણ અંજીરનો ઉપયોગ કરી શકે છે.
અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે, જે હૃદય સાથે જોડાયેલા રોગોને દૂર કરે છે. જો તમે બ્લડપ્રેશરની સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો પણ તમે અંજીરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી હાર્ટએટેક થવાનો ભય પણ બહુ ઓછો થઈ જાય છે.
અંજીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વ મળી આવે છે. જે તમારા હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે અને હાડકાની નબળાઈનો સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં આપણા હાડકા આપમેળે કેલ્શિયમ રિલીઝ કરી શકતા નથી, તેથી તમારે ભોજનમાં કેલ્શિયમ યુક્ત ચીજવસ્તુઓની સામેલ કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે અંજીરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરમાંથી કમજોરી દૂર કરવા માટે કામ કરે છે. જે મહિલાઓ દિવસ દરમિયાન આળસ અને થાકનો અનુભવ કરતી હોય તેવી મહિલાઓ અંજીરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.વળી અંજીર પ્રજનન ક્ષમતામાં પણ સુધારો કરે છે.
જો તમે વજન વધારાનો સામનો કરી રહ્યા છો તો પણ અંજીરનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં અંજીરમાં કેલ્શિયમનું મળી આવે છે, જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. આ સાથે તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ મેટાબોલિઝમ લેવલમાં વધારો કરે છે, જેથી કરીને તમે શરીરમાં નબળાઈ અનુભવ્યા વિના વજન ઘટાડી શકો છો.
જો તમે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારું બ્લડ શુગર વારંવાર વધી જાય છે તો તમારે અંજીરનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં અંજીરમાં પોટેશિયમ મળી આવે છે, જે લોહીમાં વધી ગયેલા બ્લડ શુગરને ઓછું કરવાનું કામ કરે છે. તેનાથી તમારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
હવે તમે વિચારી રહ્યા હશો કે અંજીરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો તમને જણાવી દઈએ કે આમ તો સૂકાં અંજીર નો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ જો તમે અંજીરને પલાળીને ખાવાનું શરૂ કરો છો તો તમને વધારે લાભ થાય છે. આ માટે તમારે એક થી બે અંજીર રાતે પાણીમાં પલાળી દેવા પડશે અને સવારે સેવન કરવું જોઈએ.