ગોળ સાથે કરો આ ફાયદાકારક બીજનું સેવન, શરીરની 100% ગેરંટી સાથે બીમારીઓ ભાગશે દૂર.

દોસ્તો સામાન્ય રીતે દરેક ભારતીય ઘરોમાં ભોજનમાં ગોળનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. ગોળ ભોજનની મીઠાશ તો વધારે જ છે સાથે સાથે તેમાં મળી આવતું કેલ્શિયમ હાડકાઓને મજબૂત કરવાનું કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમે ગોળ સાથે કાળા મરીનું સેવન કરો છો તો તેનાથી તમને બમણો લાભ થઈ શકે છે.

સામાન્ય રીતે કાળા મરી ભોજનનો સ્વાદ વધારવા માટે ભોજનમાં ઉમેરવામાં આવતાં હોય છે પણ જો તમે તેને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દેશો તો તમને થોડાક જ દિવસોમાં તમારા શરીરમાં ફરક દેખાવા મળશે અને તમે આસાનીથી ઘણી બીમારીઓથી દૂર રહી શકશો.

હકીકતમાં ગોળ સાથે કાળા મરીનું સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આપણે શરદી, ઉધરસ અને તાવના એવી વાયરલ બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને ગોળ સાથે કાળા મરીનું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓથી આપણી દૂર રહી શકીએ છીએ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં ગોળ સાથે કાળા મરીનું સેવન કરવાથી આપણે શરદી-ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. કારણ કે કાળાં મરી અને ગોળ બંનેની તાસીર ગરમ હોય છે અને તે આપણા શરીરને ગરમાશ આપવાનું કામ કરે છે. આ સાથે કાળા મરી અને ગોળનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારી શકાય છે અને ધમનીઓ બ્લોક થતી નથી. જેથી કરીને હૃદયરોગ થવાનો ભય પણ બહુ ઓછો થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને વારંવાર શરદીની સમસ્યા રહેતી હોય તો તમારે કાળા મરી અને ગોળનો ઉપયોગ કરવો પડશે. આ માટે તમારે સૌથી પહેલા એક વાટકી દઈ માં એક ટુકડો ગોળ અને ચપટી ભરીને કાળા મરીનો પાઉડર ઉમેરવો પડશે. ત્યારબાદ તે બંને સારી રીતે મિક્સ કરીને સવારે અને સાંજે તેનું સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી તમે કાયમી ધોરણે શરદીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

જો તમને વારંવાર ગળામાં દુખાવો થતો હોય તો પણ તમે કાળા મરી સાથે ગોળનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે 80 ગ્રામ ગોળ, 20 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ જવ, 20 ગ્રામ પીપળી, 40 ગ્રામ દાડમની છાલ લઈને બધાને મિક્સર ની અંદર પાવડર બનાવી લેવો જોઈએ અને જ્યારે તેની પેસ્ટ બની જાય ત્યારે તેની ગોટીઓ બનાવી લેવી જોઈએ. હવે દિવસમાં આ ગોટીઓનું સેવન કરવાથી ગળામાં જામેલો કફ છુટો પડી જાય છે અને દુખાવાથી છુટકારો મળે છે.

આ સાથે જો તમને નસકોરી ફૂટવાની સમસ્યા રહેતી હોય તો પણ તમે કાળા મરી સાથે ગોળનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા એક વાટકી ભરીને દહી લેવું જોઇએ અને તેમાં એક ટુકડો ગોળ અને કાળા મરીનો પાઉડર ઉમેરવો જોઈએ.

ત્યારબાદ તે બધાને સારી રીતે મિક્સ કરીને દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ ઉપાયથી પણ નસકોરીની સમસ્યા દૂર થાય છે. તમે ગોળ અને કાળા મરીનો ઉપયોગ કરીને સાંધાના દુખાવાથી પણ દૂર રહી શકો છો.

હકીકતમાં આપણા શરીરમાં હાડકાની નબળાઈ, લોહીની કમી વગેરે જેવા કારણોને લીધે દુખાવો થતો હોય છે પરંતુ કાળા મરીમાં રહેલું પાઈપરીન નામનું તત્વ દુખાવાથી છુટકારો અપાવે છે અને ગોળમાં રહેલું કેલ્શિયમ અને આયરન લોહીની કમી દૂર કરીને હાડકાને મજબૂત બનાવે છે, જેથી કરીને તમારે સાંધાના દુખાવા નો સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!