શરીરમાં યૂરિક એસિડનું સ્તર વધી ગયું હોય તો ઘરે બેઠા મફતમાં કરી લો કંટ્રોલ, ખાલી અજમાવો આ દેશી ઉપાય.

દોસ્તો તમે આજ પહેલા ઘણી વખત પપૈયાનો ઉપયોગ કર્યો હશે. જે સ્વાદમાં તો એકદમ ટેસ્ટી હોય છે અને તેને ખાવાની પણ મજા આવે છે પરંતુ શું તમે જાણો છો કે પપૈયામાં રહેલા પોષક તત્વો તમારા શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે. હકીકતમાં પપૈયામાં પુષ્કળ ફાઈબર મળી આવે છે જે પેટના રોગોને દૂર કરીને કબજિયાત, અપચો જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.

સામાન્ય રીતે જ્યારે આપણા શરીરમાં એસિડ ની માત્રા વધી જાય છે ત્યારે ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે. આ જ ક્રમમાં જો આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ અચાનક વધી જાય તો સાંધાના દુખાવા, માંસપેશીઓના દુઃખાવા, શરીરના ઘણા ભાગો પર ગાંઠ થઈ જવી, લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે ન થવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

જ્યારે તમે ભોજનનું સેવન કરો છો ત્યારે તેમાંથી યુરિક એસિડ ઉત્પન્ન થાય છે, જે કિડની દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે પરંતુ જો કોઈ કારણસર કિડની યુરિક એસિડને ફિલ્ટર કરી શકતી નથી તો તે આપણા શરીરમાં જમા થવા લાગે છે, જે ધીમે ધીમે પથરી માંસપેશીઓના દુઃખાવા, ફેફસા ની સમસ્યા વગેરેનું કારણ બનતું હોય છે.

એક અહેવાલ પ્રમાણે જો આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય અને જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો આપણા જીવનના અગિયાર વર્ષ ઓછા કરી દે છે. હા, યુરિક એસિડ આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે તો પથરી, ડાયાબિટીસ, બ્લ્ડ સુગર, બ્લડપ્રેશર, શરીરના દુખાવા, હાર્ટ એટેક વગેરે થવાનો ભય પણ રહેતો હોય છે તેથી જેટલું જલ્દી હોય એટલું આપણા શરીરમાંથી યુરીક એસિડને દૂર કરવું ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમારી માહિતી માટે કહી દઈએ કે પપૈયુ શરીરમાં યુરિક એસિડના વધતા પ્રમાણને રોકવામાં મદદગાર સાબિત થાય છે. હકીકતમાં પપૈયામાં પેપિન નામનું તત્વ મળી આવે છે, જે કુદરતી એને ઇન્ફ્લેમેટરી ગુણ તરીકે વર્તે છે. જ્યારે તમે પપૈયાનું સેવન કરો છો ત્યારે તે તમારા શરીરમાં રહેલાં યૂરિક એસિડ અને લોહી સાથે મિક્ષ કરવા થી બચાવે છે અને તેને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે પ્રોટીનની ડાયજેસ્ટ સિસ્ટમ સુધારવા માટે પણ પપૈયું કારગર સાબિત થાય છે.

તમારી પપૈયાનું સેવન કરવા માટે સૌથી પહેલા પપૈયાના ટુકડા કરીને તેમાંથી બીજ દૂર કરવા જોઈએ. હવે તેને એક લીટર પાણીમાં દસ મિનિટ સુધી ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યાર બાદ તમારે ગરમ થયેલા પપૈયાના પાણીને થોડું ઠંડું પડવા દેવું જોઈએ અને તેનું ફિલ્ટર કરીને દિવસમાં બેથી ત્રણ વખત તેનું સેવન કરવું જોઈએ.

આ સિવાય તમે પપૈયાની ચા બનાવીને પણ પી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા 1 ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકવું જોઇએ અને તેમાં પપૈયાના ટુકડા ઉમેરી લેવા જોઈએ. હવે પાણી જ્યારે બરાબર ગરમ થવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને નીચે ઉતારી લેવું જોઇએ અને તેમાં ચા પત્તી ઉમેરવી જોઇએ. હવે તમે તેનું સેવન કરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!