શિયાળામાં શરદી, ઉધરસ અને છાતીમાં જામી ગયેલા કફથી ચપટી વગાડતા મળશે રાહત, કરી જુવો આ 5માંથી કોઈ એક ઉપાય.

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં વાતાવરણ ઠંડુ હોવાને કારણે ઘણા લોકોને શરદી અને ઉધરસની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આ એવી સમસ્યાઓ છે જેનાથી છુટકારો મેળવવા માટે વારંવાર ડોક્ટર પાસે જવું નકામું બની શકે છે. તેથી તમે શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.

હકીકતમાં શરદી અને ઉધરસ એકદમ સામાન્ય સમસ્યા છે પરંતુ જો તે વ્યક્તિને લાંબા સમય સુધી હેરાન કરે તો શરીરમાં થાક, નબળાઇ અને વિવિધ બીમારીઓ પણ પ્રવેશી જતી હોય છે. જેથી કરીને તેનાથી જલ્દી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. આવામાં જો તમે કોઈ સાઈડ ઈફેક્ટ વિના શરદી ઉધરસ દુર કરવા માંગો છો તો તમારા માટે ઘરેલુ ઉપાય એકદમ ઉત્તમ સાબિત થઇ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

જો તમે શરદી ઉધરસની સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો તમારે ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ . આ માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવા માટે મૂકવું જોઇએ અને તેમાં બેથી ત્રણ ચમચી મીઠું ઉમેરવું જોઇએ. ત્યારે જ્યારે પાણી બરાબર ગરમ થવા લાગે નીચે ઉતારીને તેનાથી કોગળા કરવા જોઇએ.

આથી જો તમે એક પાણીને ગરમ કરીને તેમાં એકાદ ચમચી મીઠુ ઉમેરીને આ પાણીના ડ્રોપ્સ નાકમાં ઉમેરશો તો પણ શરદી કાયમી ધોરણે દૂર થઈ જશે. જો કે તમારે ડ્રોપ્સ નાકમાં નાખતી વખતે એ વાતની કાળજી લેવી જોઈએ કે બેથી ત્રણ ડ્રોપ્સ જ નાકમાં ઉમેરવા જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે લસણ નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ જો તમે શરદી અનુભવી રહ્યા છે તો તમારે લસણની ભોજનમાં સામેલ કરવું જોઇએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે લસણને કાચું ખાવા લાગશો તો તમને વધારે પરિણામ મળશે.

જો તમને શરદી અને ઉધરસ ને કારણે ગળામાં દુખાવો થઈ રહ્યો છે અને કફ જામી ગયો છે તો તમારે દિવસમાં 2 થી 3 કપ સૂપ પીવાની ટેવ પાડવી જોઈએ. જેનાથી તમારું ગળું ખુલી જશે અને શરદી ઉધરસથી પણ રાહત મળશે.

જો તમે ગરમા ગરમ દૂધમાં એક ચમચી હળદર ઉમેરીને પીવો છો તો શરદી ઉધરસથી રાહત મળે છે. આ માટે તમારે રાત્રે સુતા પહેલા 1 વાટકી દૂધમાં 1 ચમચી હળદર નાખીને તેને ગરમ કરવા માટે મૂકવું જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!