દોસ્તો કોરોના કાળમાં લોકો એક વનસ્પતિનો ઉકાળો બનાવીને સૌથી વધારે પીતા હતા અને તેના લીધે તેઓને ફરક પણ પડ્યો હતો. આ વનસ્પતિ બીજી કોઈ નહિ પંરતુ ગળો હતી.
આયુર્વેદમાં ગળોનું એક અલગ જ મહત્વ આપવામાં આવ્યું છે. વળી ગળોને આયુર્વેદમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તમે તેના ઉપયોગથી ઘણા રોગોનો કાયમી ધોરણે ઈલાજ કરી શકશો.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ગળાનો ઉપયોગ કરીને કફની સમસ્યાનો કેવી રીતે ઈલાજ કરી શકાય છે, તેના વિશે વિગતે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે તેના વિશે જાણીએ.
તમને જણાવી દઈએ કે 10 મિલી ગળોન રસ બનાવીને તેમાં ચમચી મધ અને ચપટી સિંધવ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને આંખમાં પાંપણો પર આંજવામાં આવે તો અંધાપો, સોજો અને મોતિયોની સમસ્યા દુર થાય છે.
આ સાથે ગળોના રસમાં ત્રિફળા પાવડર મિક્સ કરીને ઉકાળો બનાવીને તેમાં 10 થી 20 મિલી ઉકાળામાં 1 ગ્રામ પીપળીનો પાવડર અને મધ મિક્સ કરીને સવારે અને બપોરે સેવન કરવામાં આવે તો આંખોના તેજમાં વધારો થઈ શકે છે.
ગળામાં એન્ટી તત્વો મળી આવે છે, જેના લીધે તેના સેવનથી આપણે ઘણા પ્રકારના તાવ, સ્વાઇન ફ્લૂ, મેલેરિયા જેવા ઘણા પ્રકારના રોગોથી દૂર રહીએ શકીએ છીએ. આ સાથે જો તમને તાવની સમસ્યા થઈ રહી હોય તો પણ તમે ગળાના પાવડરને દિવસમાં બે વખત લઈ શકો છો.
જો તમને વારંવાર હેડકી આવી રહી છે અને બંધ થવાનું નામ લઈ રહી નથી તો તમારે સૌથી પહેલા ગળાના પાવડર અને સૂંઠના પાવડરને યોગ્ય માત્રામાં મિક્સ કરીને તેને સુઘવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને ફટાફટ હેડકીની સમસ્યાનો અંત આવી જશે.
જો તમારી રોગ પ્રતિકારક શકિત નબળી પડી ગઈ છે અને તમે તેને મજબૂત બનાવવા માંગો છો તો પણ તમે ગળોનું સેવન કરી શકો છો. આ સાથે અન્નનળી અને શ્વાસનળી માં ફસાયેલો ખોરાક કાઢવો હોય તો પણ તમે ગળોનો ઉપયોગ કરી શકો છો. જેનાથી ફસાયેલો ખોરાક બહુ જલ્દી દુર થઈ જાય છે.
જો તમને ઘણા દિવસોથી સતત તાવ આવી રહ્યો છે અને ઊતરવાનું નામ લઈ રહ્યો નથી તો પણ તમે ગળો નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ગળાના પાંદડાં અથવા તેની છાલનું સેવન કરવાનું રહેશે.
હકીકતમાં ગળામાં એન્ટી તત્વો મળી આવે છે, જે તાવની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવામાં મદદ કરી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગળો મેલેરિયાની સમસ્યાને દૂર કરી શકે છે.
જો તમે પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પણ ગળો રામબાણ સાબિત થઈ શકે છે. જે પાચનતંત્રને મજબૂત કરવાની સાથે સાથે અન્ય ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત, પેટનો દુખાવો, અપચો, ગેસ વગેરેથી પણ રાહત આપવાનું કામ કરી શકે છે.