આ ઉપાય જાણી લેશો તો ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા

દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાની કાળજી લઈ શકતા નથી. ત્યારબાદ જ્યારે તેઓ ચારેય બાજુથી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે ત્યારે તેઓને શું કરવું તે સમજાતું નથી.

આ પૈકી વ્યક્તિને શરીરના દુઃખાવાની સમસ્યા સૌથી વધારે હેરાન કરતી હોય છે. વળી તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે ત્યારે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

આવામાં જો તમે સાંધાના દુખાવા, ગઠિયા વગેરેનો સામનો કરી રહ્યા છો તો તેનાથી કાયમી છુટકારો મેળવવો લગભગ અશક્ય છે. એક રિપોર્ટ અનુસાર હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓમાં નવ ટકા લોકો ઓસ્ટીયોપોરિસથી પીડિત હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ એક ગંભીર બીમારી છે. તેથી જો તમને જો વધારે દુખાવો થઈ રહ્યો હોય તો તમારે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ નહિતર તે પાછળ જતા મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે જાણતા હશો કે દૂધમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના સેવનથી આપણા હાડકા મજબૂત બની શકે છે. આ સાથે જો તમે દૂધ સાથે ફૂલ ક્રીમ ખાવાનું શરૂ કરી દો છો તો તેનાથી તમને બમણી ઝડપે હાડકા સાથે જોડાયેલ રોગોથી રાહત મળી શકે છે. આ સાથે ઈંડામાં પણ વિટામિન ડી મળી આવે છે, જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.

જો તમને વધારે પ્રમાણમાં હાડકાની નબળાઈ હોય તો તમારે મીઠું ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. કારણ કે મીઠું વધારે ખાવાથી વધારે પેશાબ આવે છે અને પેશાબ મારફતે બધું જ કેલ્શિયમ બહાર નીકળી જાય છે. તેથી તમારે મીઠાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ.

જો તમે હાડકાને મજબૂત કરવા માટે વધારે પ્રમાણમાં દવાઓનું સેવન કરતા હોય તો તમારે તેના બદલે ડ્રાય ફ્રુટ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. જો તમે ભોજનમાં અખોરોટ, ખજૂર, અંજીર વગેરે ખાવાનું શરૂ કરી દો છો તો તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે અને તેના સેવનથી તમારે બહારની દવાઓ ખાવાની જરૂર પડતી નથી.

તમે હાડકાને મજબૂત કરવા માટે તડકામાં પણ થોડોક સમય પસાર કરી શકો છો. હકીકતમાં તડકમાંથી વિટામિન ડી મળી આવે છે અને તેનાથી તમે હાડકાને મજબૂત બનાવી શકો છો. જો તમે વૃધ્ધાવસ્થામાં હાડકાને રાખવા માગતા હોય તો તમારે અત્યારથી જ દિવસનો અડધો કલાક ચાલવા જવાની આદત બનાવી લેવી જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!