દોસ્તો આજના સમયમાં બહારના ભોજનને લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પૈકી વજન વધારો એક એવો સમસ્યા બની ગઈ છે, જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું વજન વધારે હોય છે ત્યારે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે તે લોકોની સામે શરમનો પણ સામનો કરતો હોય છે.
આવી સ્થિતિમાં જો તમે પણ વજન વધવાની સમસ્યાથી કંટાળી ગયા છો અને તેને દૂર કરવા માંગો છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજ પહેલા તમે વજન ઓછું કરવા માટે ઘણા ઉપાય અપનાવ્યા હશે પંરતુ આ ઉપાય એકદમ અલગ અને કારગર છે, જેનાથી દરેક વ્યક્તિને લાભ થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કહો છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો વજન ઓછું કરવા માટે પોતાનુ ભોજન છોડી દેતા હોય છે પંરતુ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સુધી સુધી ભૂખ્યા રહેશો તો તમારા શરીરમાં તો નબળાઈ આવી જશે સાથે સાથે અન્ય ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે ભોજન છોડવાની સાથે સાથે કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ. તો ચાલો આપણે આ રીતો વિશે જાણીએ.
રીત નંબર :- 1
તમારે ચરબી ઓછું કરવા માટે બે થી ત્રણ ભીંડા, એક ચમચી પાવડર સ્વરૂપ આદુ, ચપટી જીરૂ, ચપટી મેથીના દાણા, બે ચમચી વરિયાળી, ચમચી કોથમીર ના બીજની જરૂર પડશે. જે લોકોને ભીંડા પસંદ હોતા નથી તેવા લોકો કાકડીનો પણ ઉપયોગ કરી શકાય છે.
તેનો ઉપયોગ કરવાની રીત :- આ ડ્રીંક બનાવવા માટે સૌથી પહેલા ત્રણ ભીંડા લઈને તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ અને નાના ટુકડા કરીને પાણીમાં પલાળીને આખી રાત માટે રાખી દેવા જોઈએ. હવે તમારે બાકી વધેલી સામગ્રીને એક જગ પાણી ગરમ કરીને તેમાં ઉમેરી દેવા જોઈએ. હવે બીજા દિવસે આ પાણીને ફિલ્ટર કરીને તેમાં ભીંડાનું પાણી ઉમેરીને સેવન કરવું પડશે. આ ઉપાય કરતાની સાથે જ તમને સારા પરિણામ મળવા લાગશે અને તમારા શરીરની ચરબી પણ ઘટી જશે.
રીત નંબર :- 2
તમારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા કાકડી, લીંબુ, આદુ, તુલસીના પાનની જરૂર પડશે. તમે હજી સ્વાદ વધારવા માટે તેમાં મોસ્મ્બીનો પણ સમાવેશ કરી શકો છો. જેનાથી તમારા મેટાબોલિઝ્મ લેવલમાં વધારો થઈ શકે છે અને ભોજન પણ સારી રીતે પચી જાય છે.
તેનો ઉપયોગ કરવાની રીત :- હવે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા લીંબુ અને કકડીને નાના ટુકડાઓમાં વિભાજીત કરી દેવું જોઈએ. ત્યારબાદ તમારે તેની ઉપરથી આદુનો પાવડર ઉમેરી લેવો જોઈએ. ત્યારબાદ તમારે તેને રાત દરમિયાન પલાળી રાખવું જોઈએ અને સવારે ઉઠતાની સાથે જ તેમાં તુલસીનો અર્ક ઉમેરીને સેવન કરવું જોઈએ.