ચા પીવાના શોખીન હો તો તેમાં ફક્ત એક ફેરફાર કરી લો, ક્યારેય ડાયાબિટીસ નહિ થાય

દોસ્તો ભારત દેશમાં ચાના શોખીન લોકોની કોઈ કમી નથી. આજ કારણ છે કે તમને દરેક ગલીએ અને રસ્તે ચાની દુકાન દેખાવા મળી જાય છે. વળી શિયાળાની ઋતુમાં તો ચાના રસિયાઓ મન મૂકીને ચા પીતા હોય છે પંરતુ શું તમે જાણો છો કે તમે ખાંડને બદલે ગોળની ચા પીવાનું શરૂ કરી દો છો તો તમને સ્વાદ તો મળે જ છે સાથે સાથે ઘણા રોગોથી પણ દૂર રહી શકાય છે.

ગોળની ચામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામિન મળી આવે છે. જે આપણને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખવાની સાથે સાથે એકદમ એનર્જી થી ભરપુર બનાવી રાખે છે. વળી ગોળની ચા બનાવવી એકદમ આસાન પણ છે. તમે તેને આસાનીથી ઘરે બનાવી શકો છો.

જો આપણે ગોળની ચા પીવાથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ તો તે પેટના રોગોને દૂર રાખવાની સાથે સાથે કબજિયાત, અપચો, ગેસ જેવા પાચન સાથે જોડાયેલ રોગો દૂર કરવાનું કામ કરે છે. વળી જે લોકોને છાતીમાં બળતરાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ ગોળની ચાનું સેવન કરી શકે છે. જો તમે તમારા શરીરને ગરમ કરવા માગતા હોય તો પણ ગોળની ચા બનાવીને પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

જો તમે ઠંડીમાં ગોળની ચા પીવો છો તો તમને કફ, ઉધરસ અને તાવની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ સાથે વારંવાર થાક લાગવાની સમસ્યા રહેતી હોય તો પણ તમે ગોળની ચા બનાવીને પીવું જોઈએ. આ સાથે ફેફસામાં વારંવાર ઇન્ફેક્શન થઈ રહ્યું હોય તો પણ તમે ગોળની ચા બનાવીને પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગોળની ચા પીવાને લીધે માથાનો દુખાવો દૂર કરવાની સાથે સાથે માઇગ્રેન જેવો ગંભીર રોગોનો ઈલાજ પણ કરી શકાય છે. આ સાથે ગોળની ચા બનાવીને પીવામાં આવે તો તેનાથી લોહીની કમી પણ કાયમી ધોરણે દૂર કરી શકાય છે. આ સાથે એનિમિયા નો સામનો કરી રહેલા લોકો પણ ગોળની ચાનું સેવન કરી શકો છો.

ગોળની ચા બનાવીને પીવાથી બ્લડ પ્રેશર ને કાયમી ધોરણે દૂર કરી શકાય છે. વળી ગોળની ચા પીવામાં આવે તો તેનાથી પેટને સાફ કરી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોળની ચા પીવાથી પેટ સાફ રાખવામાં મદદ કરી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.

ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલા સૌથી પહેલા એક વાસણમાં પાણી ઉમેરો. હવે આ પાણીમાં સ્વાદ અનુસાર થોડો ગોળ નાખો. આ દરમિયાન તેમાં કાળા મરી, લવિંગ, એલચી, આદુ અને તુલસીના પાન નાખો. હવે જ્યારે તેમાંથી સુંગંધ આવવા લાગે ત્યારે તેમાં ચા પત્તી ઉમેરો. ત્યારબાદ તેમાં તમે દૂધ ઉમેરવા માગતા હોય તો ઉમેરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!