આ વસ્તુના બીજ ખાઈ લેશો તો ગમે તેવી પથરીના દુખાવાથી મળી જશે રાહત

દોસ્તો સામાન્ય રીતે કળથી એક એવું કઠોળ છે, જે હવે બહુ ઓછાં ઘરોમાં જોવા મળે છે. જો આપણે ગામડાઓની વાત કરીએ તો આ શાકભાજી હજી પણ ઘણા ઘરોમાં ખાવામાં આવે છે પંરતુ શહેરોમાં તે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે.

તેને મગ, અડદ વગેરેની જેમ બાફીને ખાવામાં આવે છે. તેને આખી રાત પાણીમાં પલાળી ને રાખવામાં આવે તો તે સવાર સુધીમાં એકદમ સ્વાદિષ્ટ બની જાય છે.

આયુર્વેદ અનુસાર કળથી પથરીનો કાયમી ઇલાજ માનવામાં આવે છે. હકીકતમાં કળથી માં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના લીધે તેના ઉપયોગથી આપણે આસાનીથી પથરીનો ઈલાજ કરી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે તમે કળથી ને આસાનીથી કોઈપણ કરીયાણાની દુકાન પરથી ખરીદી શકો છો.

તમે કળથી નો ઉપયોગ ઉકાળો, બાફીને અથવા તો શાકભાજી સ્વરૂપે કરી શકો છો. જેના સેવનથી પથરીના નાના નાના ટુકડા થઈ જાય છે અને આસાનીથી પેશાબના માધ્યમથી તે બહાર નીકળી જાય છે. વળી જો પથરી ના નાના નાના ટુકડા વધ્યા હશે તો તે પણ દબાણના કારણે આગળ વધી જશે અને પેશાબના માધ્યમથી બહાર નીકળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કળથીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે કબજિયાત અને પેટ સાથે જોડાયેલી બીમારીઓથી રાહત આપવાનું કામ કરે છે. આ સાથે જો તમે અપચો, ગેસ, એસિડિટી વગેરેનો સામનો કરી રહ્યા છો તો પણ તમે કળથી ના ઉપયોગથી રાહત મેળવી શકો છો.

જો તમે ડાયાબિટીસ નો સામનો કરી રહ્યા છો તો પણ કળથી ના ફાયદા જોઈ શકાય છે. હકીકતમાં કળથી માં મળી આવતા પોષક તત્વો અને એન્ટી ડાયાબીટીક ગુણધર્મો ડાયાબિટીસને રોકીને વધતા બ્લડ સુગર ને કાબૂમાં કરવાનું કામ કરે છે. આ સાથે જો તમે ટાઇપ 2 ડાયાબિટીસ થી પીડિત છો તો તમારે અવશ્ય કળથી નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે વજન ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છો અને રાહત મળી રહી નથી તો પણ તમે કળથી નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે પાચન શકિતમાં વધારો કરીને પેટના રોગો દૂર રાખે છે.

આ સાથે કળથી માં મળી આવતું સ્ટાર્સ આપણને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને આપણે ભોજનથી દૂર રહી શકીએ છીએ. શરદી, ઉધરસ અને કફ જેવી વાયરલ બીમારીઓ થી છૂટકારો મેળવવા માટે પણ કળથી રામબાણ સાબિત થઈ શકે છે.

જો તમારા ગળામાં કફ થઈ ગયો છે અને તમે કળથી નો ઉકાળો બનાવીને પીવાનું શરૂ કરી દો છો તો તમને અવશ્ય ગળામાં જામી ગયેલા કફથી રાહત મળી શકે છે. આજ ક્રમમાં કળથી તાવ અને ઉધરસ ને પણ દૂર કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!