ગમે તેટલા ઉપાયો છતાં વજન ઘટતું નથી, આ ઉપાયથી 7 જ દિવસમાં ફરક પડી જશે

દોસ્તો આજકાલ વજનમાં વધારો થઈ જવો એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે. વળી શરીરમાં વજન વધારે હોવાને કારણે બીજી ઘણી બીમારીઓનો જન્મ થાય છે અને આપણું શરીર રોગીલું બની જાય છે. જેના લીધે મેદસ્વી લોકો વજન ઓછું કરવા માટે ઘણા પ્રયાસો કરતા રહેતા હોય છે.

જો તમે પણ આવા લોકોમાંથી એક છો જેઓ વજન ઓછું કરવા માટે ઘણા પ્રયાસ કરી ચૂક્યા છે પંરતુ તેમને સફળતા મળી નથી તો તેઓએ કેટલાક ઉપાય થકી વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આ બધા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદ કહે છે કે જે વ્યક્તિ તણાવ અને ચિંતાથી મુક્ત રહે છે તે આજીવન પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે. તેનાથી વિપરીત જે લોકો વધારે તણાવમાં રહે છે તેવા લોકોને વજન વધારાનો સામનો કરવો પડતો હોય છે.

તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે શારીરિક અને માનસિક બંને રીતે તણાવથી મુક્ત રહેશો તો તમને અવશ્ય શરીરમાં ફરક દેખાવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો વજન ઓછું કરવાની દોડમાં એટલા ગાંડા થઈ જતા હોય છે કે તેઓ ઘણા દિવસો સુધી ભોજન છોડી દેતા હોય છે પંરતુ તમને જણાવી દઈએ કે વજન ઓછું કરવા માટે ખાવાનું છોડી દેવું એ કાયમી ઇલાજ નથી.

તમારે હંમેશા દિવસમાં ત્રણ વખત ભોજન અવશ્ય લેવું જોઈએ. કારણ કે જો તમે ખાવાનું છોડી દેશો તો તમારા શરીરમાં નબળાઈ આવી જશે અને તમે કોઈપણ કામ કરી શકશો નહીં.

તમે વજન ઘટાડવાની આ કડીમાં પ્રોટીનનો પણ સમાવેશ કરી શકો છો. પ્રોટીનને સંતુલિત આહારની શ્રેણીમાં શામેલ કરવામાં આવે છે. તેથી તેનું સેવન કરવાથી આપણા શરીરમાં જામી ગયેલી વધારાની ચરબી ફેટ ના માધ્યમથી બહાર આવી જાય છે અને આપણે એકદમ ફીટ રહી શકીએ છીએ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પાણી પીવાથી પણ વજન ઓછું કરવામાં મદદ લઈ શકાય છે. હકીકતમાં જ્યારે તમે દિવસમાં 12થી 13 ગ્લાસ પાણીનું સેવન કરો છો તો તેના લીધે તમારા મેટાબોલિઝ્મ લેવલને વેગ મળે છે અને ભોજન આસાનીથી પચી જાય છે. વળી વધારે પાણી પીવાથી ભૂખ પણ લાગતી નથી અને આપણે ભોજનથી શક્ય એટલા દૂર રહી શકીએ છીએ.

સામાન્ય રીતે સવારે એકલું ગરમ પાણી પીવામાં આવે તો કબજિયાત ની સમસ્યા થતી નથી અને પેટ પણ સાફ રહે છે પંરતુ જો તમે તેને લીંબુ સાથે લેવાનું શરૂ કરી દેશો તો તે વજન ઘટાડવા માટે કામ કરશે અને આસાનીથી પેટની ચરબી ઓછી કરી શકાશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!