દોસ્તો તમે બધા જાણતા હશો કે શિયાળો હવે પૂરો થવાની તૈયારીમાં છે અને ઉનાળો આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેના લીધે વાતાવરણમાં પલટો થવા જઈ રહ્યો છે, જે વિવિધ પ્રકારની બીમારીઓને પોતાની સાથે લઈને આવે છે.
જ્યારે વાતાવરણમાં બદલાવ આવે છે ત્યારે લોકો વાયરલ રોગોનો સામનો કરતા હોય છે. જે પૈકી શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી પીડિત લોકોનું પ્રમાણ વધી જાય છે. વળી આ બધી બીમારીઓથી છુટકારો મેળવવા માટે વારંવાર ડોક્ટર પાસે જવું પણ યોગ્ય નથી.
કારણ કે ડોક્ટરી દવાઓનો પાછળ જતા નુકશાનનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શક્ય હોય ત્યાં સુધી ઘરેલું ઉપાયોને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કફની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈએ.
અમે જે વનસ્પતિ વિશે વાત કરી રહ્યા છે તે વનસ્પતિ એ કોરોના કારમાં ઘણા લોકોના જીવ બચાવ્યા છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરી છે. હવે તમે કહેશો કે વળી આ વનસ્પતિ કઈ છે, જે વિવિધ રોગો સામે લડવાની સાથે કોરોના ને પણ હરાવવાની શક્તિ ધરાવે છે. આ વનસ્પતિ દવા કરતા પણ વધારે લાભકારી છે.
તમને જણાવી દઈએ કે અમે જે વનસ્પતિ વિશે વાત કરી રહ્યા છીએ તેને ગળો તરીકે ઓળખવામાં આવે છે. જે મોટે ભાગે લીમડાના ઝાડ ઉપર આસાનીથી મળી આવે છે.
ગળો ઉધરસ, શરદી અને તાવ ની સમસ્યાથી રાહત આપવાની સાથે સાથે અન્ય ઘણા રોગોથી પણ છુટકારો અપાવે છે. હકીકતમાં તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે જેનાથી આપણે વાયરલ રોગો સામે આસાનીથી લડી શકે છે.
તમારે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગળોના નાના નાના ટુકડા કરી લેવા જોઇએ અને તેમાં પાણી ઉમેરી દેવું જોઈએ. ત્યારબાદ તમારે આ પાણી ગરમ કરવા માટે મૂકી દેવું પડશે.
આ દરમિયાન તમારે તેમાં તુલસીનાં પાંચ થી છ કરતા પણ ઉમેરી દેવા જોઈએ. હવે જ્યારે પાણી બરાબર ગરમ થઈ જાય અને ઉકળવા લાગે ત્યારે તેને નીચે ઉતારી ઠંડું કરવા માટે મૂકવું જોઈએ.
તમારી આ ઉકાળાને ત્રણથી ચાર દિવસ સુધી પીવાનું રાખવું જોઇએ. આ ઉપાય કરવાથી કફની સમસ્યા થી તો રાહત મળશે સાથે સાથે તમારું ગળું પણ એકદમ સાફ થઈ જશે.
આ સાથે જો તમે તાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પણ તમે ઉકાળાનું સેવન કરી શકો છો. જો તમને ઝીણો તાવ આવે છે તો તમારે ગળોના ટુકડાને પાણીમાં ઉમેરી ને રાત દરમિયાન પલાળી રાખવું જોઈએ અને સવારે તેનું સેવન કરવું જોઈએ.