છાતીમાં ચોંટેલો જિદ્દી કફ બહાર કાઢી નાખવો હોય તો કરો આ ઉપાય

દોસ્તો આજના આધુનિક સમયમાં અવારનવાર વાતાવરણમાં બદલાવ આવતો હોય છે. જેના લીધે લોકોને વારંવાર વાયરલ રોગોનો સામનો કરવો પડતો હોય છે. આ બધા રોગોમાં શરદી, તાવ, ઉધરસ જેવા રોગો સૌથી ઉપર શામેલ છે. જ્યારે કોઈ વ્યક્તિને કફની સમસ્યા થાય છે ત્યારે તેને ગળામાં તો દુખાવો થાય જ છે સાથે સાથે બોલવામાં પણ તકલીફ પડતી હોય છે.

તેથી મોટાભાગના લોકો કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોકટરી દવાઓનો આશરો લેવાનું પસંદ કરતા હોય છે પણ તમને કહી દઈએ કે આવી નાની નાની બીમારીઓ માટે ડોકટરી દવાઓનો આશરો લેવો ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તેથી આ વાઇરલ રોગોથી તમારે ઘરેલુ ઉપાય અપનાવીને છુટકારો મેળવવો જોઈએ.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કફની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક કાયમી ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ બધા ઉપાય અપનાવશો તો તમને અવશ્ય કફની સમસ્યાથી રાહત મળી જશે સાથે સાથે કોઈ આડઅસર પણ થશે નહીં. તો ચાલો આપણે આ વાયરલ રોગો દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જાણીએ.

જે લોકોને વારંવાર તાવ આવવાની સમસ્યા રહેતી હોય અથવા તો કફ થઈ જતો હોય તો તેવા લોકો માટે એક વનસ્પતિ અમૃત સમાન સાબિત થઈ શકે છે. વળી આ વનસ્પતિ આસાનીથી દરેક જગ્યાએ મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે તમે કહેશો કે વળી આ વનસ્પતિ કઈ છે? તો તમને કહી દઈએ કે અમે જે વનસ્પતિ વિશે વાત કરી રહ્યા છીએ તે ગળો છે. જે મોટેભાગે ગામડાઓમાં આસાનીથી મળી આવે છે.

જે લોકોને કફની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા ગળાના નાના નાના ટુકડા કરીને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેવું જોઈએ. હવે આ પાણીને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ અને તેમાં ઉપરથી તુલસીના પાન પણ ઉમેરવા પડશે.

ત્યારબાદ જ્યારે પાણી બરાબર ગરમ થઇ ગયા પછી અડધું થઈ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારીને સેવન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે તમારે આ ઉકાળો થોડોક ઠંડો થાય ત્યારે પીવાનો રહેશે.

તમને જણાવી દઈએ કે આ ઉપાય કફની સમસ્યા તો દૂર કરે જ છે સાથે સાથે જે લોકોને ઝીણો તાવ આવવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ ગળાનો ઉપયોગ કરીને બીમારીથી રાહત મેળવી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!