જમ્યા પછી ખાલી આ કામ કરી લેશો તો ક્યારેય ડોકટર પાસે નહીં જવું પડે

દોસ્તો ઈલાયચી નો ઉપયોગ ઘણા વર્ષોથી આપણા ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેના એકથી બે દાણા ભોજનમાં ઉમેરી દેવામાં આવે છે તો ભોજનનો સ્વાદ એકદમ લાજવાબ બની જાય છે. આજ કારણ છે કે દરેક ભારતીય ઘરના રસોડામાં ઈલાયચી અવશ્ય મળી જાય છે.

તમને જણાવી દઈએ કે ઈલાયચી ભલે કદમાં નાની હોય પંરતુ ઘણી બીમારીઓને દૂર કરવાની શકિત ધરાવે છે. વળી ઈલાયચી માઉથ ફ્રેશનર તરીકે પણ કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે રાતે સૂતી વખતે મોઢામાં ઈલાયચી મૂકીને સૂઈ જાવ છો તો તમારી મોટાભાગની બીમારીઓ સવાર સુધીમાં ગાયબ થઈ જાય છે. વળી ઈલાયચીમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જેનાથી આપણા બીમાર થવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને રાતે હૂંફાળા પાણી સાથે ઈલાયચી નું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓને દુર કરી શકાય છે, તેના.વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજના સમયમાં ઘણા લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો અને આ બીમારી દૂર થવાનું નામ લઈ રહી નથી તો તમારે ભોજનમાં ઈલાયચી શામેલ કરી દેવી જોઈએ. હકીકતમાં રાતે ભોજન પછી હુંફાળા પાણી સાથે ઈલાયચી ખાવામાં આવે તો અવશ્ય મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.

તમને જણાવી દઈએ કે ઈલાયચી ત્વચાની ચમકમાં વધારો કરવાનું કામ કરે છે. જ્યારે તમે ભોજનમાં ઈલાયચી શામેલ કરો છો તો તેનાથી ત્વચા પર એક અલગ જ પ્રકારનો ગ્લો આવી જાય છે. આ સાથે ઈલાયચી તમને ખીલ, ડાઘ વગેરેથી રાહત અપાવે છે. આ માટે તમારે રાતે સૂતા પહેલા હૂંફાળા પાણી સાથે તેનું સેવન કરવું જોઈએ.

જો તમે રાતે સુતાના એક કલાક પહેલા એક ગ્લાસ પાણીમાં ઈલાયચી ઉમેરીને પી જાવ છો તો વાળ સાથે જોડાયેલ રોગો થવાનો ભય બહુ ઓછો થઈ જાય છે. હકીકતમાં ઈલાયચી માં મળી આવતા પોષક તત્વો વાળને કુદરતી રીતે ચમક આપવાનું કામ કરે છે. જેનાથી વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા વગેરે જેવા રોગોનો સામનો કરવો પડતો નથી.

જો તમને રાતે ઘણો સમય પસાર કર્યા પછી ઊંઘ આવતી નથી અને પછી આખો દિવસ તણાવ અને નબળાઈ રહે છે તો તમારે રાતે સૂતા પહેલા ઈલાયચી અને પાણીનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે તેમાં રહેલા તત્વો અનિન્દ્રાની સમસ્યા દૂર કરીને શરીરને આરામ અપાવે છે.

જો તમને રાતે કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો તમારે ભોજન પછી ગરમ પાણી સાથે ઈલાયચી નું સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સાફ થઈ જશે અને પેટમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. જેના લીધે તમારે કબજિયાત, એસિડિટી વગેરેનો સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હકીકતમાં પાણી સાથે ઈલાયચી ખાવામાં આવે તો તેના લીધે પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા શરીરની બહાર નીકળી જાય છે. જેના લીધે જે લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા છે એવા લોકો માટે ઈલાયચી સાથે પાણીનું સેવન કરવું વરદાન સમાન છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!