દોસ્તો સામાન્ય રીતે લોકોને વાળ સબંધિત વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જે પૈકી કેટલાક લોકોના વાળ ઉંમર પહેલા સફેદ થઈ જાય છે તો અમુકને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે.
આ બધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે બજારમાં વિવિધ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓ મળી આવે છે, જે તમારી સમસ્યા તો દૂર કરે જ સાથે સાથે અન્ય ઘણી બીમારીઓને આમંત્રણ પણ આપી શકે છે.
તેથી તમારે કોઈ ઘરેલુ ઉપચાર અપનાવીને પણ વાળ કાળા કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવવા જોઇએ. કારણ કે આ ઘરેલુ ઉપચાર અપનાવવાથી કોઈ આડઅસર થતી નથી અને આસાનીથી તમે રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આ કારગર ઉપાય વિશે માહિતી મેળવીએ.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે નારિયેળ તેલનો ઉપયોગ માથામાં નાખવા માટે કરવામાં આવે છે પંરતુ તમને જણાવી દઈએ કે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરીને વાળને કાળા પણ બનાવી શકો છો.
તમારે તેનો ઉપયોગ કરવા માટે કઢી પત્તા અને નારિયેળ તેલની જરૂરિયાત પડશે. આ માટે તમારે સૌથી પહેલા નારિયેળ તેલને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ અને તેમાં ઉપરથી કઢી પત્તા ઉમેરી દેવા જોઈએ. હવે આ વસ્તુને બરાબર ઉકાળીને ગેસ પરથી નીચે ઉતારી દેવી જોઈએ અને જ્યારે તે ઠંડું થઇ જાય ત્યારે તેને માથા પર માલિશ સ્વરૂપે લગાવવું જોઈએ.
તમને જણાવી દઈએ કે આ ઉપાય એકદમ કારગર હોવાનું માનવામાં આવે છે અને તેનાથી અવશ્ય સારા પરિણામ ની પ્રાપ્તિ થઈ શકે છે. આ સિવાય પણ તમે અન્ય એક ઉપાય પણ અજમાવી શકો છો.
આ માટે તમારે સૌથી પહેલા નારિયેળ તેલ અને લીંબુની જરૂર પડશે. આ માટે નારિયેળ તેલ અને લીંબુના રસને મિક્સ કરી લેવો જોઈએ. હવે તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ અને જ્યારે તે ગરમ થઇ જાય ત્યારે તેને નીચે ઉતરીને માલીશ સ્વરૂપે માથા પર લગાવવું જોઈએ. ત્યારબાદ તેને 30 મિનિટ માટે રહેવા દઈએ વાળને શેમ્પૂ થી ધોઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ સફેદ વાળની સમસ્યા કાયમી ધોરણે તમને છોડીને ચાલી જશે.
આ સિવાય પણ તમે બીજો એક ઉપાય અજમાવી શકો છો. આ માટે તમારે આમળાના પાવડરને નારિયેળ તેલમાં મિક્સ કરીને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને માથા પર લગાવી દેવા જોઈએ.