દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે કામ કરી રહ્યો છે. આ માટે તે વિવિધ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ તેના ફાયદા જાણ્યા વગર સીધો ચહેરા પર કરી રહ્યો છે.
જેના લીધે તેની પાછળ જતા ખીલ-ડાઘ વગેરેની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આજના આ લેખમાં અમે તમને વિટામિન ઈ કેપ્સુલ ના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમને આડઅસર વિના ચહેરાની સુંદરતા વધારવા નું કામ કરે છે.
તમે ચહેરાની સુંદરતા વધારવા માટે વિટામીન ઈ કેપ્સ્યુલ નો ઉપયોગ કરી છે. આ માટે તમારે સૌથી પહેલા બદામનું તેલ, નારંગીનો રસ અને વિટામિન ઈ કેપ્સુલ ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ.
ત્યાર બાદ તમારે તેને પોતાના ચહેરા પર લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ અને રાત દરમિયાન તેને ચહેરા પર રાખીને સવારે ઊઠીને ચહેરાને ગરમ પાણીથી ધોઈ લેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને સારા પરિણામ મળવા લાગશે.
સામાન્ય રીતે જ્યારે આંખો નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે ત્યારે ચહેરાની સુંદરતા આપ મેળે ઓછી થઈ જાય છે પરંતુ તમે વિટામિન ઈ કેપ્સુલ ની મદદથી આ ડાર્ક સર્કલને દૂર કરી શકો છો.
આ માટે તમારે વિટામિન ઈ કેપ્સુલ અને એલોવેરા જેલને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર થઈ જશે અને તમારી ત્વચા એકદમ ગલોઇંગ બનશે.
જો તમે તમારા ચહેરાને સાફ બનાવવા માંગો છો તો પણ તમે વિટામિન ઈ કેપ્સુલ નો ઉપયોગ કરી શકો છો. આ માટે વિટામિન ઈ કેપ્સુલ અને એરંડા તેલને મિક્ષ કરીને ચહેરા પર લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
આ ઉપાય કરવાથી તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે અને ખીલ-ડાઘ દૂર થશે. આ સાથે આ ઉપાય કરવાથી તમારા ચહેરા પરની કરચલીઓ પણ દૂર થશે.
જો તમારા પગ ની એડી ફાટી ગઈ છે તો તમારી વિટામિન ઈ કેપ્સુલ ની સાથે વેસેલીન મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારી પગની એડી એકદમ સારી બની જશે અને તે ફાટશે પણ નહીં.
જો તમારા વાળની ચમક ઓછી થઇ ગઇ છે અને તે વારંવાર તૂટી રહ્યા છે તો તમારે એલોવેરા જેલ, વિટામિન ઈ કેપ્સુલ અને દહી મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઇએ અને આ પેસ્ટને પર અડધા કલાક સુધી લગાવી રાખવી જોઈએ. ત્યાર બાદ તમારે શેમ્પુ થી વાળ ધોઈ નાખવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારા વાળ એકદમ ચમકદાર બની જશે.