ઘરડાં થાઓ ત્યાં સુધી કિડનીને સુરક્ષિત રાખવી હોય તો જાણી લેજો આ ઉપાયો

દોસ્તો પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકો વધારે બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તેની પાછળનું કારણ ખરાબ ખાનપાન અને અયોગ્ય જીવનશૈલી છે. જ્યારે કોઈ વ્યક્તિ બહારના ભોજન જેમ કે પીઝા, બર્ગર, મેદાની ચીજ વસ્તુઓ વગેરે જેવા જંકફુડ ખાવાનું શરૂ કરી દે છે તો,

તેના બીમાર થવાના ચાન્સ ઘણા વધી જાય છે. વળી આજના સમયમાં લોકો આળસ અને સમયના અભાવને લીધે શારિરીક કામ કરવામાં પણ અસમર્થ બની ગયા છે. જેથી તેઓ વધુને વધુ બીમારીનો શિકાર બની જાય છે.

જૂના સમયમાં બાળકો ઘણી શારીરિક ક્રિયાઓ જેમ કે રમવું, દોડવું, ચાલવું વગેરે જેવા કાર્યો કરતા હતા પંરતુ આજના સમયમાં બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટ માં જ રચ્યાપચ્યા રહે છે, જેના લીધે તેઓનો શારિરીક વિકાસ રુંધાઈ જાય છે. આ રોગોમાંથી કિડની રોગો લોકોને સૌથી વધારે હેરાન કરી રહ્યો છે.

કિડની એ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. જે આપણા શરીરમાં જામી ગયેલા ઝેરી પદાર્થોને ફિલ્ટર કરીને તેને બહાર કાઢવાનું કામ કરે છે. આ સાથે કિડનીના માધ્યમથી વધારાનું પાણી પણ ફિલ્ટર કરી ને પેશાબ વાટે બહાર નીકળતું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી જો આપણા શરીરમાં કિડની યોગ્ય રીતે કામ ન કરે તો તેનાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે અને ઘણી વખત તો કિડની ફેઈલ થવાને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો સમયના અભાવના કારણે પેશાબ ને રોકી રાખતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે પેશાબ રોકી રાખવાની તમારી આ આદત કિડની ફેલ ની સમસ્યાનું કારણ બની શકે છે. હકીકતમાં જ્યારે તમે પેશાબ ને રોકી રાખો છો ત્યારે ખરાબ પાણીનો ભરાવો થવા લાગે છે.

જે કિડની ફેલ થવા તરફ દોરી જાય છે. તેથી તમારે મુસાફરી કરતી વખતે અથવા અન્ય કોઈ કાર્ય કરતી વખતે ક્યારેય પેશાબને રોકી રાખવો જોઈએ નહિ. આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ નો ઉપયોગ કરતા રહે છે અને સવારે નોકરી જવાનું હોવાને કારણે તેઓ વહેલા ઉઠી જતા હોય છે.

જેથી કરીને તેમની ઊંઘ પૂરી થઈ શકતી નથી અને તેમને દિવસભર તણાવનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે ઓછી ઊંઘ લેવાને કારણે કિડની ફેલ થવાનો પણ ચાન્સ વધી જાય છે. તેથી તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછી આઠ કલાકની ઉંઘ અવશ્ય લેવી જ જોઇએ.

આજની પેઢીના લોકો બહારના કોલ્ડ્રિંક્સ નું સેવન વધુ પ્રમાણમાં કરતા હોય છે. જેના લીધે તેમના શરીરમાં ઝેરી પદાર્થો વધારે પ્રમાણમાં જાય છે અને તે સમયસર બહાર ન નીકળી શકવાને કારણે કિડની ફેલ થઈ શકે છે. આ સાથે વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો પણ કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!