આ ઉપાયથી બધા રોગોની જડ કબજિયાત જડમૂળથી મટી જશે

દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ અનિયમિત જીવનશૈલી અને ભાગદોડભરી જિંદગીને લીધે વિવિધ પ્રકારના રોગોનો સામનો કરી રહ્યો છે. આ સાથે બધા જ મોટાભાગના રોગોની શરૂઆત પેટથી થાય છે અને જો તમારું પેટ સાફ હશે તો તમે ઘણા પ્રકારના રોગોથી દૂર રહી શકો છો સાથે સાથે તમે સ્વસ્થ બની જશો.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેટના રોગો જેમ કે કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરેથી કાયમી ધોરણે કેવી રીતે રાહત મેળવી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આમ તો પેટના રોગોથી છુટકારો મેળવવા માટે બજારમાં વિવિધ પ્રકારની દવાઓ મળી આવે છે પંરતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી આડઅસર થવાનો ભય રહે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય અજમાવીને બીમારી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો તમને કબજિયાત ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે ત્રિફળા પાવડરનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો પેટને સાફ કરીને કબજિયાત ને દૂર કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે ત્રિફળા પાવડરને નવશેકા પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે કબજિયાત થી રાહત મેળવવા માટે અજમો અને જીરૂ નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા અજમો અને જીરું ને સરખા પ્રમાણમાં લઈને તેને વાટી લેવા જોઈએ. હવે તમારે ભોજન કરી લીધા પછી હૂંફાળા પાણી સાથે તેની ફાકી કરવી જોઈએ. આ ઉપાયથી પણ પેટમાં રહેલો ખોરાક પચી જશે અને કબજિયાત ની સમસ્યા દૂર ભાગશે.

જો તમે એક ગ્લાસ પાણીમાં વરિયાળી ઉમેરીને સેવન કરો છો તો તમારું મોઢું તો ફ્રેશ થાય જ છે સાથે સાથે કબજિયાત પણ જડમૂળથી દૂર થઈ શકે છે. આ સાથે આ ડ્રીંક નો ઉપયોગ કરવાથી પેટમાં જામી ગયેલો બધો જ કચરો પણ બહાર આવી જાય છે.

જો તમારા પેટમાં કચરો જામી ગયો છે અને તમે તેને બહાર કાઢવા માંગો છો તો તમારે ગરમ દૂધમાં દેશી ઘીની એક ચમચી ઉમેરીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી પેટનો બધો જ કચરો બહાર નીકળે છે અને તમારે કબજિયાત, એસિડિટી, કફ વગેરેનો સામનો કરવો પડતો નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!