દોડધામ ભરેલી લાઈફસ્ટાઈલ આજકાલ બધાની થઈ ગઈ છે. આમ તો તેના ઘણા ઘાતક પરિણામો સામે આવે છે પરંતુ સૌથી પહેલા જે દેખાય છે તે સમસ્યા હોય છે શરીરનું વજન વધવું. બેદરકારીના કારણે આપણે ખબર પણ પડતી નથી કે ક્યારે આપણે ફીટમાંથી ફેટ બની ગયા.
વજન વધવાથી લોકોનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. લોકોની વચ્ચે ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ સાથે જ શરીરમાં ઘણી બીમારીઓ પણ ઘર કરી જાય છે.
આમ તો વજન ઓછું કરવાની ઘણી રીતો છે પરંતુ આજે તમને એવી ડાયટ વિશે જણાવીએ જેનાથી તમારું વજન ઓછું થશે અને શરીરમાંથી અન્ય રોગ પણ દુર થશે. તો ચાલો જાણીએ કે એક સાથે બે સમસ્યાને દુર કરતી આ કઈ ડાયટ છે.
જો તમે જાડા છો તો સમજી જાઓ કે તમારા ઉપર ઘણી બીમારીઓનું જોખમ તોળાઈ રહ્યું છે. તમને હાર્ટ, ડાયાબીટીસ, બીપી, લિવર સહિતની બીમારીઓ સાથે સાંધાના દુખાવ જેવા રોગ પણ થઈ શકે છે. તમને ગોઠણ અને હાડકાની બીમારી પણ થઈ શકે છે. વધારે વજન એ દરેક સ્વાસ્થ્ય સમસ્યાનું મૂળ છે. એટલે જ તો ડોક્ટર પણ વજન ઘટાડવાની સલાહ આપે છે.
જો કે આજની જીવનશૈલીમાં વજન અને ખોરાક પણ નિયંત્રણ રાખવું મુશ્કેલ થઈ ગયું છે. જો કે એક ડાયટ છે જેની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છો. દેશ અને દુનિયાના જાણીતા ડોક્ટર વિશ્વરુપ ચૌધરીએ આ ડાયટ રજૂ કરી છે.
તેનું નામ ડીઆઈપી રાખ્યું છે. આ ડાયટમાં વજન ઘટાડવાને લઈને ભૂખ્યા રહેવાની જરૂર નથી. બસ તેમાં ફળ, શાકભાજી અને સલાડનું સેવન વધારે કરવાનું છે. તેમની જણાવેલી ડાયટ અનુસાર બપોરે 12 વાગ્યે 3થી 4 પ્રકારના ફળ ખાવાના હોય છે.
આ ફળ તમારા વજન પ્રમાણે ખાવાના હોય છે, જેમકે તમારું વજન 80 કિલો છે તો 800 ગ્રામ ફળ ખાવા, જો તમારું વજન 70 કિલો છે તો 700 ગ્રામ ફળ ખાવા. એટલે કે વજનના ગુણ્યા 10 કરી જે આવે તેટલા ફળ ખાવાના રહેશે.
ડોક્ટર ચૌધરીનો દાવો છે કે બપોરે 12 વાગયે ફળ ખાવાથી વજન ઘટવાનું શરુ થઈ જાય છે. આ સમયે ફળ ખાવાથી બોડીને ફાયબર મળે છે અને ભૂખ શાંત થાય છે. આ સાથે જ મેટાબોલિઝમ રેટ વધે છે. તેમના જણાવ્યાનુસાર તમારે પ્લેટ વન અને ટૂ બનાવવી પડશે. લંચ પહેલા પ્લેટ વનમાં 3 કે 4 પ્રકારના શાક જેવા કે ગાજર, કાકડી, મૂળા, ટમેટા, બીટ એવું ખાવાનું રહેશે.
તેનું પ્રમાણ પણ વજન અનુસાર રાખવાનું છે. જો તમારું વજન 80 કિલો છે તો 400 ગ્રામ સલાડ ખાવાનું છે. એટલે કે તમારે વજનથી 5ને ગુણા કરવાના છે અને તેટલું સલાડ ખાવાનું છે. ત્યારપછી પ્લેટ ટૂમાં તમે સામાન્ય ભોજન કરી શકો છો. ડિનરમાં પણ આ જ ક્રમ ફોલો કરવાનો છે. આ ડાયટ પ્લાન 2થી 3 મહિના ફોલો કરશો તો તમારું વજન સામાન્ય થઈ જશે.