તમારા બાલ ડામર કરતા પણ કાળા મેશ કરવા હોય તો હાલ જ કરી લો આ ઉપાય

આજકાલના આધુનિક સમયમાં મોટાભાગના લોકોના વાળ સફેદ થઈ જાય છે, જેના લીધે તેઓ જ્યારે કોઈ કોઇ ફંકશનમાં જાય છે અથવા અન્ય કોઇ જગ્યાએ જતા હોય છે ત્યારે તેઓ વાળને પાર્લરમાં જઈને કાળા કરવાનું પસંદ કરતા હોય છે.

વળી પાર્લરમાં કામ કરી રહેલા લોકો મહેંદી, ડાઇ વગેરે જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને ગ્રાહકોના વાળ કાળા કરી દેતા હોય છે પરંતુ આ વાળ થોડા સમય માટે જ કાળા રહેતા હોય છે અને સમય સાથે તે ફરીથી સફેદ થઈ જાય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે વાળને લાંબા સમય સુધી કાળા રાખી શકો છો. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.

આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક વાસણ લેવું પડશે. હવે આ વાસણમાં પાણી લઈને તેમાં યોગ્ય પ્રમાણમાં મેહદી ઉમેરી લેવી જોઈએ. હવે તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેવું જોઇએ અને તેમાં થોડુંક બદામનું તેલ પણ ઉમેરવું જોઇએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે આપણા વાળ માટે બદામ તેલ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને જ્યારે આ મિશ્રણને મિક્સ કરીને માથા પર લગાવવામાં આવે છે તો તેનાથી સારા પરિણામની પ્રાપ્તિ થઇ શકે છે.

હવે જ્યારે આ મિશ્રણ બરાબર ગરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો જોઈએ અને તેને ઠંડું થવા દેવું જોઈએ. ત્યારબાદ વાળને સરસ રીતે ધોઈ તેના પર તેને લગાવવું જોઈએ. જો તમે બેથી ત્રણ અઠવાડીયા સુધી આ ઉપાય કરશો તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.

સામાન્ય રીતે મહેંદીનો ઉપયોગ વાળને કાળા કરવા માટે થતો હોય છે. માટે તમારે સૌથી પહેલા કોફીના પાવડરને બેથી અઢી કપ પાણીમાં ગરમ કરી લેવી જોઇએ અને જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેમાં મહેંદી નો પાવડર ઉમેરી દેવો જોઈએ.

ત્યારબાદ તેને અડધો કલાક સુધી પલાળી રાખવું જોઈએ અને તેમાં એક ચમચી આમળા, બદામ, નારિયેળ અને સરસવનું તેલ ઉમેરી તેને બરાબર હલાવી લેવું જોઈએ. ત્યારબાદ વાળને શેમ્પૂ કરીને તેમાં તેને લગાવી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારા વાળ બહુ જલદી સફેદ થશે નહીં.

જો આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો આ માટે તમારે સૌ પ્રથમ લોખંડના વાસણમાં પાણી ઉમેરીને ગેસ ઉપર ગરમ કરી તેમાં આંબળાનો પાવડર ઉમેરી લેવો જોઇએ. ત્યારબાદ જ્યારે તે બરાબર ઉકળવા લાગે ત્યારે તેને નીચે ઉતારી ઠંડું થવા દેવું જોઇએ,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અને તેમાં બે ચમચી પાણી ઉમેરી લેવું જોઈએ. હવે તેમાં શિકાકાઈ પાઉડર અને લાલ મરચાનો પાવડર ઉમેરી તેને એક દિવસ માટે પલાળી રાખવું જોઈએ અને તેને વાળમાં લગાવવું જોઈએ.

તમને જણાવી દઇએ કે આ મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવતો આમળાનો પાવડર વાળને પોષણ આપે છે અને તેને લાંબા બનાવે છે. જ્યારે ભૃંગરાજ નો પાવડર વાળની સમસ્યાને દૂર કરે છે. ગુલમહોર પાવડર વાળને મજબૂત બનાવે છે અને શિકાકાઈ નો પાવડર વાળ સંબંધી લાભ આપે છે અને વાળમાં શાઇનિંગ લાગે છે.

જો આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો આ માટે તમારે એક ગ્લાસ પાણી લઇને તેમાં મેથી ના દાણા, થોડો કોફી નો પાવડર ઉમેરીને તેને બરાબર ગરમ કરવું જોઈએ. ત્યારબાદ તેમાં લવીંગનો પાવડર મિક્સ કરી ત્રણ મિનિટ સુધી ફરીથી ગરમ થવા દેવું જોઈએ. તમને જણાવી દઈએ કે મેથીના દાણા વાળને કુદરતી રીતે રોનક આપવાનું કામ કરે છે. જ્યારે લવિંગનો પાવડર વાળને મજબૂત બનાવે છે.

ત્યાર બાદ તમારે આ મિશ્રણ વાસણમાં કાઢી લેવું જોઈએ અને તેની ઉપયોગ વાળ ઉપર કરવો જોઈએ. તમારે આ મિશ્રણને બે થી ત્રણ કલાક માટે રહેવા દેવું જોઈએ અને ત્યારબાદ તમારા વાળને ધોઈ નાખવા જોઈએ. આ ઉપાયથી પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!