આ પાનના ઉપયોગથી ડાયાબિટીસ જડમૂળથી મટી જશે

દોસ્તો હવે ઉનાળાની ઋતુ ધીમે ધીમે નજીક આવી રહી છે અને ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણવામાં આવતી કેરી નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. કેરી સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે ઘણા ઔષધીય ગુણધર્મો થી પણ સમૃદ્ધ હોય છે.

જ્યારે તમે કેરીનું સેવન કરો છો ત્યારે તેમાં રહેલાં પોષક તત્વો તમારા શરીરમાં ઘણા પ્રકારના રોગોની પ્રવેશવા દેતા નથી પરંતુ શું તમે જાણો છો કે કેરીની સાથે સાથે કેરી ના પાંદડા પણ દવાની જેમ કામ કરે છે.

હકીકતમાં કેરીના પાંદડાંમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે આ પાંદડા એન્ટી ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે, જે વિવિધ પ્રકારના રોગોથી બચવામાં મદદ કરે છે.

જો તમે આંબાના પાનને તોડી ને ધોઈ નાખો છો અને રાતે હૂંફાળા પાણીમાં ઉમેરી ને બીજા દિવસે સવારે તેને ચાવીને ખાઈ લો છો તો તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે. વળી જો તમે પેટ સંબંધિત કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેનાથી પણ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી પાચન શક્તિ નબળી પડી ગઈ છે અને કોઈ પણ ભોજન આસાનીથી પચી શકતું નથી તો તમારે કેરી ના પાનનો ઉકાળો બનાવી તેને રાત દરમિયાન એક વાસણમાં ઢાંકીને મુકી દેવું જોઈએ અને બીજા દિવસે સવારે આ પાણીને ફિલ્ટર કરીને ખાલી પેટે તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારે પાચન સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

જો તમને પિત્તાશય સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ કેરીના પાંદડાં તમારા માટે દવાની જેમ કામ કરી શકે છે. આ માટે તમારે દરરોજ કેરીના પાંદડાને સુકવીને તેનો પાવડર તૈયાર કરી લેવો જોઈએ અને તેનું સેવન કરવું પડશે.

વળી જો તમારા પેટમાં પથરી આવી ગઈ છે અને તે બહાર નીકળવાનું નામ લઇ રહી નથી તો તમારે એક ગ્લાસ પાણીમાં કેરી ના પાંદડા નો પાવડર મિક્સ કરી લેવું જોઇએ અને સવારના પહોરમાં તેનું સેવન કરવું જોઈએ, જેનાથી પથરી નાના-નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળે છે.

જો કોઈ વ્યક્તિને કાનમાં દુખાવો થઈ રહ્યો છે અને તેમાં રાહત મળી રહી નથી તો તમારે કેરીના પાનનો રસ બનાવી લેવો જોઇએ અને તેને ગરમ કરવો જોઈએ. ત્યારબાદ જ્યારે તે હુંફાળો બને ત્યારે તેના ટીપા કાનમાં નાખવામાં આવે તો દુખાવાથી તરત જ રાહત મળે છે.

જો તમને ગળામાં ખરાશ થઈ ગઈ હોય તો તમારે આંબાના કેટલાક પાનને પાણીમાં ગરમ કરી લેવા જોઈએ, ત્યારબાદ તેમાં થોડું મધ મિક્સ કરીને આ પાણીનું સેવન કરી લેવું જોઈએ. જેનાથી ગળામાં ખરાશ થવાની સમસ્યા દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને આખો દિવસ બેચેની અને નબળાઈ રહે છે તો તમારે સ્નાન કરતી વખતે આંબાના કેટલાક પાનને પાણીમાં ઉમેરી દેવા જોઈએ અને તેનાથી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જાય છે સાથે સાથે બેચેની, આળસ વગેરેનો સામનો કરવો પડતો નથી.

કેરીના પાંદડામાં એવા પોષક ગુણો મળી આવે છે, જે ધમનીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેના લીધે તમારે બ્લડ પ્રેશર સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. વળી જે લોકો બ્લડ સુગર ઘટાડવા માંગે છે,

તેવા લોકો પણ આંબા ના પાન નો ઉપયોગ કરી શકે છે. કારણ કે તેનું સેવન કરવાથી ઇન્સ્યુલીન લેવલમાં વધારો થાય છે અને ગ્લુકોઝ લેવલ માં ઘટાડો થાય છે. જે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે દવાની જેમ કામ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!