દોસ્તો સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં તજ આસાનીથી મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. એક રિપોર્ટ અનુસાર દરરોજ એક ચમચી તજનું સેવન કરવામાં આવે તો વજન વધારવાની સમસ્યાથી છુટકારો મળે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ લેવલમાં વધારો કરી શકાય છે. જેના લીધે તમારે નબળાઈ વગેરેનો સામનો કરવો પડતો નથી.
તજનો ઉપયોગ આપણા દેશમાં મસાલા સ્વરૂપે કરવામાં આવે છે પરંતુ તેના ફાયદાઓને લીધે તેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવતો હોય છે. તમને જણાવી દઈએ કે તજની તાસીર ગરમ હોય છે, જે વજન વધારો, ડાયાબિટીસ, ફેફસાના રોગો વગેરેથી આરામ આપવા માટે કામ કરે છે.
જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો તજનો ઉપયોગ કરી શકે છે. આ માટે તેઓએ હુંફાળા પાણીમાં મધ સાથે તેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ અને તેને સાંધાનો દુખાવો થઈ રહ્યો હોય તે જગ્યાએ લગાવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને થોડાક જ દિવસોમાં આરામ મળી શકે છે.
જે લોકો મોટાપો ની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે તેવા લોકો પણ તજનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં મધ મિક્ષ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી મોટાપોની સમસ્યા દૂર થઈ થશે.
વળી જે લોકો ડાયાબિટિસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને રોજબરોજ કડવી દવાઓ ઉપયોગ થી રાહત મેળવવા માંગે છે તો તેવા લોકોએ પણ દરરોજ એકથી બે ચપટી તજનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
જે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને છાતીમાં બળતરાની સમસ્યા થઈ રહી છે તેવા લોકોએ પણ આ સમસ્યાથી બચવા માટે તજનો ઉપયોગ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર તજમાં એવા ગુણ મળી આવે છે, જે શ્વસનમાર્ગમાં આવી રહેલા અવરોધોને દૂર કરે છે અને તમને સ્વસ્થ રાખે છે.
જો તમે તજ માંથી તેલ કાઢી લો છો અને તેને દાંતના દુખાવા અથવા સડેલા દાંત પર લગાવો છો તો દાંત નો દુખાવો થોડાક જ સમયમાં દૂર થઈ જાય છે. જે લોકોને દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં થાક લાગે છે અને નબળાઇ અનુભવે છે તેવા લોકો સવારે અને સાંજે દૂધ સાથે એક ચમચી તજ પાવડર નું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય જ છે સાથે સાથે તમારી જાતિયશક્તિમાં પણ લાભ મેળવી શકાય છે.
જે લોકો શરદી, ઉધરસ, ગળાનો દુખાવો અને કફની સમસ્યાને સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ તજ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે તજને પીસીને મધ સાથે મિક્સ કરી લેવું જોઇએ અને આ પેસ્ટને ચાટી લેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને ઉપરોક્ત રોગોથી રાહત મળી શકશે. આ સિવાય તમે નવશેકા પાણીમાં મધ ઉમેરીને પણ તેને પી શકો છો.
તજ અને મધ હૃદય માટે પણ દવાની જેમ કામ કરે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકળી જાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. આ માટે તમારે હુંફાળા પાણીમાં મધ અને તજનો પાઉડર મિક્ષ કરીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે કોઇ કારણસર આ ઉપાય કરી શકતા નથી તો તમારે તજ અને મધ મિક્સ કરી રોટલી સાથે ખાવાનું શરૂ કરી દેવું જોઈએ