તમે પણ પેશાબ રોકી રાખતા હોય તો જાણી લેજો આ હકીકત, નહિ તો જિંદગી ભયંકર બની જશે

દોસ્તો યૂરીન આવવું તે એક સામાન્ય પ્રક્રિયા છે. તેના માધ્યમથી શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. ઘણીવાર આપણે એવી સ્થિતિમાં હોઈએ છીએ જ્યારે યોગ્ય જગ્યાના અભાવના કારણે આપણે યૂરિન રોકવું પડે છે. તો વળી ઘણા લોકો એવા હોય છે જે યૂરિન લાંબા સમય સુધી રોકી રાખતા હોય છે. ત્યારે આજે તમને જણાવીએ કે આમ કરવું જોખમી છે.

શું તમે જાણો છો કે એક માણસ યૂરિન કેટલા સમય સુધી રોકી શકે ? આ વાત નક્કી વ્યક્તિની ઉંમર પ્રમાણે થાય છે. દરેક ઉંમરાં યૂરિન રોકવાની ક્ષમતા અને સમય અલગ અલગ હોય છે.

યૂરિન રોકવાની આદત કોઈપણ ઉંમરમાં સારી નથી. તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. યૂરિનને વધુ સમય સુધી રોકી રાખવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. પહેલું નુકસાન થાય છે યૂરિન લીક થવાનું. આમ તો આ સમસ્યા ઉંમરલાયક લોકોને વધુ થાય છે. વધારે સમય સુધી યૂરીન રોકવાથી તેઓ યૂરીન લીકેજનો સામનો કરે છે.

જો તમે નિયમિત રીતે યૂરીન રોકતા હોય તો તમારું બ્લેડર નબળું પડી શકે છે. આ સમસ્યા યૂરીન લીકેજનું મુખ્ય કારણ હોય છે. આ ઉપરાંત યૂરિન રોકવાથી કિડનીને પણ નુકસાન થાય છે. જ્યારે યૂરિન રોકવામાં આવે છે તો કિડની પર પ્રેશર વધે છે. તેનાથી કિડની સંબંધી ગંભીર બીમારી થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

યૂરિન રોકવાથી યૂટીઆઈ થવાનું જોખમ પણ રહે છે. યૂટીઆઈની સમસ્યા મહિલાઓને વધારે થાય છે. આ બીમારી ઘણા કારણોસર થાય છે. તે થવાનું કારણ યૂરિન રોકવાનું પણ હોય છે. યૂરિન વધારે સમય સુધી રોકવાથી બેક્ટેરિયા વધી જાય છે અને આ બેક્ટેરિયા બ્લેડરની અંદર જાય છે.

સામાન્ય માણસ કેટલા સમય સુધી યૂરિન રોકે તો તેને તકલીફ ન થાય… જો પ્રશ્ન તમને પણ હોય તો જણાવી દઈએ કે નાના બાળકના બ્લેડર 1થી 2 કલાક સુધી યૂરીન રોકવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી થોડા બાળકો 2થી 4 કલાક યૂરીન રોકી શકે છે. જ્યારે હેલ્થી વયસ્ક 6થી 8 કલાક યૂરિન રોકી શકે છે.

જો કે તેમ છતાં પેશાબ જવાની જરૂર જણાય ત્યારે કલાકોની રાહ જોવી નહીં અને જઈ આવવું. આમ કરવું જ સ્વાસ્થ્ય માટે સારું છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!