દોસ્તો સામાન્ય રીતે જ્યારે કંદમૂળ ની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં સૂરણ ખૂબ જ ટોચ પર સ્થાન ધરાવે છે. તમે સૂરણ નું સેવન કરો છો તો તેનાથી તમારું પેટ તો ભરાય જ છે સાથે સાથે પેટના રોગો, કબજિયાત, સાંધાના દુઃખાવા, લિવરના રોગો સહિત અન્ય ઘણી બીમારીઓને દૂર કરવાનું કામ કરી શકે છે.
જે લોકોને પેટ ફૂલી જવાની સમસ્યા રહેતી હોય અથવા તો ચરબીને લીધે વજનમાં ખૂબ જ વધારો થઈ ગયો હોય તો તેવા લોકોએ ભોજનમાં સૂરણ ની શાકભાજી શામેલ કરવી જોઈએ. હકીકતમાં તેમાં એવા ઘટકો મળી આવે છે, જે તમને લાંબા સમય સુધી ભોજનથી દૂર રાખે છે અને મોટાપો થી રાહત આપવાનું કામ કરે છે.
તમે આહારમાં સૂરણની શાકભાજી શામેલ કરીને કેન્સર જેવા જટિલ રોગોથી પણ રાહત મેળવી શકો છો. હકીકતમાં સુરણમાં એવા ઘટકો મળી આવે છે, જે તમને કોલોન કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જોકે તમને જણાવી દઈએ કે તમારે સંપૂર્ણપણે સૂરણ પર નિર્ભર થઈ જવું જોઈએ નહીં. કારણ કે તેનાથી સમસ્યા વણસી શકે છે.
સૂરણ માં એવા પોષક તત્વો મળી આવે છે, જે પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ને બહાર કાઢવાનું કામ કરી શકે છે. આ સાથે તમારી કમરનો ઘેરાવો જરૂરિયાત કરતા વધી ગયો છે તો તેનાથી પણ સૂરણ ખાવાથી લાભ થાય છે. સૂરણ માં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે તમારી યાદ શકિતમાં વધારો કરવાનું કામ કરી શકે છે.
જે લોકો નાની ઉંમરમાં વૃદ્ધાવસ્થાના સંકેતો અનુભવી રહ્યા છે, એવા લોકો પણ ભોજનમાં સૂરણ નો ઉપયોગ કરી શકે છે. કારણ કે તેમાં એવા ઘટકો મળી આવે છે, જે ચહેરા પરનાં ખીલ, ડાઘ, કરચલીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. સૂરણ ખાવા માત્રથી ચહેરાની સુંદરતામાં વધારો કરી શકાય છે.
જો તમને કોઈ જગ્યાએ સોજો આવ્યો છે અને રૂઝ આવવાની નામ લઈ રહી નથી તો તમારે સૂરણના ટુકડા કરીને તેમાં ઘી ઉમેરીને લેપ બનાવી લેવો જોઈએ. હવે તમારે આ લેપને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે અને દુખાવો પણ મટે છે.